Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ઉનાના નાલીયા માંડવીની યુવતી સાથે મિત્રતા બાંધી યુવાને દુષ્કર્મ આચરીને તરછોડી

 ઉના તા. ૧૬ :.. તાલુકાનાં નાલીયા માંડવી ગામે યુવતીની સાથે તે જ ગામનાં યુવાને મિત્રતા બાંધી અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઇ જઇ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરી નાસી ગયાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

ઉના તાલુકાનાં નાલીયા માંડવી ગામે રહેતી ૧૯ વરસની કુંવારી યુવતી સાથે તે જ ગામનાં મહમદ ઇદ્રીશ ઇસ્માઇલ ચાવડા, રે. નાલીયા માંડવી ગામનાએ મિત્રતા બાંધી વિશ્વાસ કેળવી છેલ્લા ૪ વરસથી અત્યાર સુધી દિવ, નાલીયા માંડવી વિવિધ સ્થળે લઇ જઇ યુવતીની સાથે મરજી વિરૂધ્ધ શારીરિક સબંધ કરી દુષ્કર્મ કરી તરછોડી દઇ અને વિશ્વાસઘાત કર્યાની ઉના પોલીસમાં યુવતીએ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ૩૬૬, ૩૭૬ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા પી. એસ. આઇ. જે. વી. ચુડાસમા તપાસ કરી રહ્યા છે.

(11:43 am IST)