Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

બાબરામાં રહેણાંક વિસ્તારમાં મોબાઇલ ટાવરની ગતિવિધીથી લતાવાસીઓમાં નારાજગી

જીલ્લા કલેકટર સમક્ષ રજુઆત સાથે આંદોલનની પણ ચીમકી અપાઇ

બાબરા, તા.૧૬: બાબરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં પ્રાઇવેટ માલિકીની જમીનમાં મોબાઈલ ટાવર ઉભો કરવા સામે લત્ત્।ાવાસી દ્વારા રોષભેર પત્ર દ્વારા રજુવાત કરી અને આવનારા દિવસો માં કામ બંધ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચારવામાં આવી છે

જીલ્લા કલેકટર અને સ્થાનીક નગરપાલિકા,ચીફઓફિસરને લત્ત્।ાવાસી સહિત આગેવાન રમેશભાઈ હકાભાઇ ડાભી દ્વારા આપેલા પત્રમાં જણાવ્યા મુજબ બાબરાના કુંભારવાડા,જસાણીશેરી,નવદુર્ગા શેરી વિસ્તારના માનવ રહેઠાણના ગીચતા ભર્યા સ્થળ વચ્ચે પ્રાઇવેટ માલિકીની જમીનમાં મોબાઈલ ટાવર ઉભો કરવા છેલ્લા કેટલાક દિવસથી કામગીરી શરુ થઈ છે આ ટાવર માનવ વસાહતની વચ્ચો વચ ઉભો થવાથી ભવિષ્યમાં તેના કિરણોથી જાહેર જનતા નાનાબાળકો ગર્ભસ્થ શિશુ સહિત ને મોટું નુકશાન સાથોસાથ ભવિષ્યમાં થનારી મોટી દુર્દ્યટનાનો ભોગ બનવા સંભવિત દહેશત દહેશત વ્યકત કરવામાં આવી છે.

આ મોબાઈલ ટાવર ઉભો કરવા અંગે કોઈ પ્રકારે લતાવાસીના અભિપ્રાય કે ખાતાકીય મંજુરી હોવા સામે અજાણ હોવાની અને વખતો વખતની સરકાર તેમજ નામદાર કોર્ટ દ્વારા પણ રાજયભરની માનવ આરોગ્ય સુખાકારી માટે ગીચતા વાળા વિસ્તારથી મોબાઈલ ટાવરો દુરરાખવા અંગે સૂચનો અનેક વખત થયા છે પરંતુ સ્થાનિક નગરપાલિકા તંત્ર માં લતાવાસીની રજુવાતો પ્રત્યે ધ્યાન આપવાના બદલે કર્મચારી વર્તુળ દ્વારા આખા આડા કાન કરતા હોવાની માર્મિક ટકોર પત્રમાં જોવા મળી છે.

નીતિ નિયમ નેવે મૂકી ઉભા થતા મોબાઈલ ટાવર અંગેના આક્ષેપ સાથે લોકરોષ વધી રહ્યો અને આ ટાવરનું કામ બંધ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

લતાવાસી દ્વારા આ અંગે ઉચ્ચસ્તરે પણ લેખિત પત્ર દ્વારા અરજ કરવા આવી હોવાનું અગ્રણી રમેશભાઈ ડાભી દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ અંગે બાબરા નગરપાલિકાના ચીફ ઓફીસર પંડ્યાનો સંપર્ક સાધતા તેમના જણાવ્યા મુજબ લતાવાસી દ્વારા પાલિકાતંત્ર અને જીલ્લા તંત્ર સહિત રાજયક્ક્ષા,મુખ્યમંત્રીશ્રી,પીએમઓ કાર્યાલય અને જીલ્લાના રાજકીય વર્તુળ સુધી પોતાની મોબાઈલ ટાવર અંગે નારાજગી હોવાની જાણ કરવામાં આવી છે જેથી હાલ સ્થાનીક પાલિકા દ્વારા મોબાઈલ ટાવર કંપનીને લોક રોષ અંગે લેખિત જાણ કરવામાં આવી છે.

(11:42 am IST)
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 સીટ ઉપરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા : અમેઠીમાં 3 ટર્મથી ચૂંટાઈ આવતા રાહુલ ગાંધી માટે બીજી સીટ દક્ષિણ ભારતમાંથી પસંદ થાય તેવી શક્યતા : મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશની સલામત ગણાતી સીટની પણ પસંદગી થઇ શકે તેવું જાણકારોનું મંતવ્ય access_time 8:14 pm IST

  • તળાજા તાલુકામાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ :તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ access_time 11:31 pm IST

  • આજે ભાજપ ખોલશે પતાઃ પ્રથમ યાદી આવશેઃ ૧૦૦ ઉમેદવારો જાહેર થશેઃ નવી દિલ્હીઃ આજે ભાજપ સંસદીય પક્ષની બેઠક મળી રહી છેઃ ૧૦૦ જેટલા ઉમેદવારો જાહેર કરાશેઃ પ્રથમ યાદીમાં જ પીએમ મોદીનું નામ હશેઃ તેઓ વારાણસીથી ચૂંટણી લડશેઃ બિહાર માટેના નામોનું એલાન થઇ શકે છે. આ ઉપરાંત પ.યુપી, ઉત્તરાખંડ, દિલ્હી, પ.બંગાળ, ઓડીશા, મહારાષ્ટ્રના પણ કેટલાક નામો હશેઃ તેલંગણા અને આંધ્રની બધી બેઠકોના નામ જાહેર થશે કારણ કે ત્યાં ૧૧ અને ૧૮ એપ્રિલે મતદાન છે access_time 11:22 am IST