Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ઉમરાળાના પીપરાળી ગામની સીમમાંથી જુગાર રમતાં સાત ઝડપાયા

આર.આર.સેલ ભાવનગર રેન્જની ટીમ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન ઉમરાળા તાલુકાના કેરીયા ગામે ટીંબી ગામ જવાના રોડ પીપરાળી ગામની રસ્તે ગામની સીમ કેનાલના કાઠે બાતમી વાળી જગ્યા યે રેડ કરતાં જાહેરમાં તીન પતીનો જુગાર રમતાં હોય જેમાંથી એક ભાગવામાં સફળ રહેલ કુલ સાત ઇસમોને મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ જેમાં (૧) વિનોદ ભાઇ તતળશીભાઇ વેગડ ઉ.વ ૪૨ રહે.વલભીપુર(૨) મેદ્યાભાઇ જેઠાભાઈ ચાવડા ઉ.વ.૪૦ રહે.ઝાઝમેર. (૩) ધર્મેન્દ્રભાઇ ઉર્ફે. ધમાભાઇ સવજીભાઈ પનારા ઉ.વ.૪૨ રહે.ધોળાં જંકશન.(૪) અમરશીભાઇ નાગજીભાઈ ધામેલીયા ઉ.વ.૬૦રહે.વલભીપુર.(૫) મુકેશભાઈ નાથુભાઈ મેર ઉ.વ.૩૦ રહે.વલભીપુર.(૬) કુષ્ણસિંહ પ્રવિણસિંહ ગોહિલ ઉ.વ.૪૦ રહે.કેરીયા.(૭) વિરમદેવ સિંહ હરૂભા ગોહિલ ઉ. વ.૩૭ રહે.કેરીયા. તેમજ સદર ઇસમો પાસેથી કુલ.૪ મોટરસાઇકલ તથા એક ફોરવીહલ સહીત કુલ રોકડ રૂ.૨૫.૫૦૦/- તથા મોબાઈલ નંગ-૭ કિ.રૂ ૨૯.૦૦૦/- તથા મો.સા.નંગ-૪ કિ.રૂ. ૭૦.૦૦૦/- તથા એક ફોરવીહલ ગાડી કિ.રૂ ૮૦.૦૦૦/- મળી કુલ રૂ.૨.૦૪૫૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં અશોક કુમાર નાયબ પોલીસ મહાનિરીકશક ભાવનગર વિભાગ ભાવનગરનાઓ સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.  ડી.ડી.પરમાર હેડ.કોન્સ.બાબાભાઈ કેશુભાઈ તથા હેડ.કો.અરવિંદભાઇ ઉકાભાઇ મકવાણા પો.કોન્સ.એઝાઝખાન ઇસુફખાન પઠાણ પો.કોન્સ જયપાલસિંહ જોડાયેલ હતાં.

(11:39 am IST)