Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ખુલ્લી ધમકી, પાણી નહિ આપો'તો રસ્તા ઉપર ઉતરી જઇશું

નેતાઓને મત માગવા ગામડાઓમાં પ્રવેશવા નહીં દઇએ : કલેકટરને આવેદન

તળાજા તા. ૧૬ : ખેડૂત એકતા મંચ દ્વારા શેત્રુંજી સિંચાઈ યોજનાનું પાણી ડાબા અને જમણા કાંઠામાં છોડવામાં આવે તેવી કલેકટરને સામુહિક રીતે એકઠા થઇ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર માં કડક ભાષામાં જણાવ્યું હતુંકે આઠ દિવસમાં પાણી છોડવામાં નહિ આવેતો રસ્તાપરઙ્ગ ઉતરી જઈશું. એટલુંજ નહિ નેતાઓને પણ ગામડાઓમાં પ્રચાર અર્થે આવવા નહિ દઈએ.

ગોહિલવાડના લોકોની જવાદોરી શેત્રુંજી જળાશય માનવામાં આવે છે. ખેડૂતો બારેમાસ ખેતી શેત્રુંજી ડેમમાં સંગ્રહિત પાણી દ્વારા સિંચાઈ યોજના દ્વારા કરીશકે તેમાટે પાલીતાણા,તળાજા, મહુવા,ઘોઘા,ભાવનગર એમ પાંચ તાલુકાના ખેડૂતો ને લાભ આપવામાટે ડાબા અને જમણા કાંઠા કેનાલનું નિર્માણ કરવામાં આવ્યૂ હતું.

આ યોજના અંતર્ગત ડેમમાં હાલ પાણી હોય અને સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવી રહ્યૂછે તેવા શબ્દો સાથે શેત્રુંજી ડેમમાં રહેલું પાણી ઝીરો લેવલ સુધી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવે તેમાટે કલેકટરને ભાવનગર જિલ્લા ખેડૂત એકતા મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યૂ હતું.

આવેદનપત્ર આપવામાટે તળાજા ના પચીસ ગામના ખેડૂતો ઉપરાંત કમાંડ વિસ્તારમાં આવતા ખેડૂતો મળી ગામડે ગામડેથી ખેડૂતો ભાવનગર સ્વંયભુ ઉમટી પડ્યા હતા.

ખેડૂતોએ વેદના ઠાલવતા પત્રમાં જણાવ્યું હતુંકે ખેતરમાં ઉભો પાક ડુંગળી, બાજરી, જુવાર વિગેરે પાકો સુકાઈ રહ્યા છે.પશુઓ માટેનો ઘાસચારો સુકાઈ રહ્યો છે. આથી સિંચાઈનું પાણી ખાસ જોઈએછે.

ખેડૂતોને આઠ દિવસમાં પાણી નહીં મળેતો ચૂંટણીમાં જડબા તોડ જવાબ આપવામાં આવશે. એ ઉપરાંત રસ્તારોકો,કચેરીઓને તાળાંબન્ધી, નેતાઓને ગામડાઓમાં મત માગવા પર પ્રતિબંધ, સવિનય કાયદાનો ભંગ કરીને ડેમના દરવાજા ખોલી અસ્તિત્વ ટકાવી રાખવામાટે ખેડૂતોને મજબુર થવું પડેશ.

પાણી રિઝર્વ રાખી ખોટા આયોજનો કરેછે. તે કાયદાકીય રીતે ગુન્હાવાળી બાબત પણ આવેદનપત્ર માં ગણાવી છે.

ભાવનગર મહાનગરપાલિકા પાસે ૨૦૦કરોડ,ખેડૂતો પાસેથી પાણી વેરામાં લોકલ ફંડ તરીકે લેવાય છે તે રૂપિયા આશરે ૧૫૦ કરોડ મળી ૩૫૦ કરોડના ખ્રચે ડેમ ઊંડો ઉતારવો,બન્ને કાંઠાની કેનાલો ઉંડી અને પહોળી કરવાની પણ આવેદનપત્ર માં માગ કરવામાં આવી છે.

આવેદનપત્ર સાગરભાઈ રબારી,ભરતસિંહ વાળા,હરજીભાઈ ધાધલીયા,નાગજીભાઈ ખેની,અશોકસિંહ સરવૈયા, વિરજીભાઈ જસાણી,કે.પી ગોહિલ સહિતના ખેડૂતો હાજર રહ્યા હતા.

સૌની યોજના હેઠળ નાખવામાં આવેલ પાણી ન વધામણા માટે જિલ્લા ના આગેવનો મોટા ઉપાડે પહોંચ્યા હતા. ખેડૂતોને પાણી મળે તેવી સરકારમાં રજુઆત કરી તેવી વાતો મીડિયા સમક્ષ ખેડૂતોના હામી હોય તેરીતે કરી હતી પણ આજ સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા જિલ્લા ના રાજકીય આગેવાનોની વાતનું પણ સુરસુરીયું થઈ ગ્યાનું ખેડૂતો કહી રહ્યા છે.

(11:38 am IST)
  • દેશમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી, જો અમારી સરકાર આવશે તો ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરશે : રાહુલઃ રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો મર્યાદા કરતાં ઓછી આવક હશે તેને રૂપિયા મળશે : અમારી સરકાર ગરીબોના ખાતામાં પૈસા જમા કરશે access_time 3:24 pm IST

  • રાજનીતિક પોસ્ટરો પર શહીદોની તસ્વીરોનો ઉપયોગ થવો અયોગ્ય :નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક અથવા હવાઇ હુમલો લોકસભા ચૂંટણી અભિયાનનો હિસ્સો ન હોવો જોઇએ access_time 12:51 am IST

  • ન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST