Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

પોરબંદર બેઠક માટે મારી કોઇ દાવેદારી નથી, મારા ભાઇ લલિત રાદડિયા માટે કાર્યકર્તાઓએ લાગણી દર્શાવી છેઃ જયેશભાઇ રાદડિયા

લોકસભા બેઠક માટે ભાજપના ૮ નામો સેન્સ દરમિયાન ચર્ચામાં

ધોરાજી, તા.૧૬: ધોરાજીના જમનાવડ રોડ ખાતે આવેલ લેવા પટેલ સમાજ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પોરબંદર લોકસભા સીટ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી. જેમાં પ્રદેશ ભાજપ દ્વારા ત્રણ નિરીક્ષકો મોકલવામાં આવેલા જેમાં રમેશભાઈ મુગરા,  શંભુનાથ ટુડીયા,આદ્યશકિતબેન મજમુદાર જેઓએ પોરબંદર લોકસભા સીટમાં આવતા  પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની સેન્સ લેવા માટે તમામ જિલ્લાને અલગ અલગ સમય ફાળવવામાં આવ્યો હતો સેન્સ સવારે ૯:૩૦ થી સાંજના ૬:૩૦ વાગ્યા સુધી ચાલેલ હતી.

નિરીક્ષકોએ જણાવ્યા મુજબ પોરબંદર લોકસભા સીટ માટે વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર લલીતભાઈ રાદડિયા, જશુબેન કોરાટ, ભરતભાઈ ગાજીપરા, ભરતભાઇ બોઘરા, મનસુખભાઇ ખાચરિયા, નરસિંહભાઈ મુગલપુરા, હરિભાઇ પટેલ, જયેશભાઇ રાદડીયા વિગેરેના નામ સેન્શ દ્વારા આવેલ હતા.

આજની આ બેઠકમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે સખીયા મહામંત્રી ભાનુભાઈ મેંતા, જયંતિભાઈ ઢોલ, ભરતભાઇ બોઘરા, જયરાજસિંહ જાડેજા, બાબુભાઈ બોખીરીયા, હરિભાઇ પટેલ, ભુપતભાઇ ડાભી, ગોવિંદભાઇ રાણપરિયા, પ્રશાંતભાઈ કોરાટ, નાગદાનભાઈ ચાવડા, સતિષભાઈ ભીમજીયાણી, કિશોરભાઈ રાઠોડ, વી.ડી.પટેલ, હરસુખભાઈ ટોપીયા, જયસુખભાઇ ઠેસિયા, પ્રતિપાલસિંહ જાડેજા, ચંદુભા ચૌહાણ, રાજુભાઈ રાદડિયા, વિઠ્ઠલભાઈ બોદર, સુખદેવસિંહ વાળા, ડી.જી.બાલધા, હરકીશન માવાણી, નિલેશભાઈ કણસાગરા વિગેરે પોરબંદર જૂનાગઢ રાજકોટના ભાજપના હોદેદારો સેન્શ દેવા માટે આવેલા હતા

કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવેલ કે આજની સેન્સ બાબતમાં હું ઉમેદવાર નથી કે મારી કોઈ દાવેદારી નથી મારા ભાઈ લલિત રાદડિયા માટે આ વિસ્તારમાંથી કાર્યકર્તાઓએ લાગણી દર્શાવી છે.

પૂર્વ સાંસદ હરિભાઈ પટેલે પણ જણાવેલ કે હું ઉમેદવારની લાઈન નથી લોકોએ નામ સૂચવ્યું એ બદલ એમનો આભાર.

આ બેઠકમાં કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા જીલ્લા પ્રમુખ ડી.કે.સખીયા, ભાનુભાઇ મેતા, જયરાજસિંહ જાડેજા, જયંતીભાઇ ઢોલ, ભરતભાઇ બોઘરા, ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદલ, પ્રશાંતભાઇ કોરાટ, ધોરાજી ભાજપ પ્રમુખ હરસુખભાઇ ટોપીયા, વી.ડી.પટેલ, જયસુખભાઇ ઠેસીયા, ડી.જી.બાલદ્યા, પ્રતિપાલસીંહ જાડેજા, હરકીશનભાઇ માવાણી, નિલેશ કણસાગરા, નિતીન જાગાણી, અરવિંદ વોરા, પરેશ વાગડીયા, હિતેશ કોયાણી સહીતના લોકો હાજર રહેલ હતા.

(11:38 am IST)
  • છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ઘેઁશવાડી ગામે ઘટના : સેન્ટરીંગ અને મિક્સર મશીનનો સામાન ભરીને જતી વખતે અને શ્રમજીવીઓ ને લઈ જતો ટેમ્પો પલ્ટી માર્યો :એક શ્રમજીવી મહીલા ઘટના સ્થળે નું મોત નિપજયું : અન્ય 6 મજૂરો ઘાયલ : 4 મજૂરો ને સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી માં ખસેડાયા: 2 મજૂરો ને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર ચાલી રહયા છે access_time 2:10 pm IST

  • આજે ભાજપ ખોલશે પતાઃ પ્રથમ યાદી આવશેઃ ૧૦૦ ઉમેદવારો જાહેર થશેઃ નવી દિલ્હીઃ આજે ભાજપ સંસદીય પક્ષની બેઠક મળી રહી છેઃ ૧૦૦ જેટલા ઉમેદવારો જાહેર કરાશેઃ પ્રથમ યાદીમાં જ પીએમ મોદીનું નામ હશેઃ તેઓ વારાણસીથી ચૂંટણી લડશેઃ બિહાર માટેના નામોનું એલાન થઇ શકે છે. આ ઉપરાંત પ.યુપી, ઉત્તરાખંડ, દિલ્હી, પ.બંગાળ, ઓડીશા, મહારાષ્ટ્રના પણ કેટલાક નામો હશેઃ તેલંગણા અને આંધ્રની બધી બેઠકોના નામ જાહેર થશે કારણ કે ત્યાં ૧૧ અને ૧૮ એપ્રિલે મતદાન છે access_time 11:22 am IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 સીટ ઉપરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા : અમેઠીમાં 3 ટર્મથી ચૂંટાઈ આવતા રાહુલ ગાંધી માટે બીજી સીટ દક્ષિણ ભારતમાંથી પસંદ થાય તેવી શક્યતા : મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશની સલામત ગણાતી સીટની પણ પસંદગી થઇ શકે તેવું જાણકારોનું મંતવ્ય access_time 8:14 pm IST