Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

મોરબી નજીક કાર પલ્ટી ખાઇ જતાં ચાલક ખરેડાના હાર્દિકભાઇ વાળંદનું મોત

મોરબી તા.૧૬: મોરબી તાલુકામાં કારચલાવતા કાર ચાલકની કાર અચાનક પલ્ટી ખાઇ જતા અને તેમાં ચાલકને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજયું હતું.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જીકીયારી અને ચક્રમપર ગામ વચ્ચેથી પોતાની કાર નં જી.જે. ૧૨ બીઆર ૭૬૦૭ લઇને નિકળેલા હાર્દિકભાઇ જગદીશભાઇ રજોડીયા -વાણંદ (રહે. ખરેડા વાળા)ની કાર અચાનક પલ્ટી મારી જતાં તેમાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી જેના કારણે તેમનું મોત નિપજયું હતું. પુરપા ઝડપને કારણ કાર પલ્ટી મારી જવાનું જણાવવા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)