Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

સવારે-રાત્રે ઠંડક બાદ આખો દિવસ અસહ્ય ઉકળાટ

બેવડી રૂતુના કારણે રોગચાળો વકર્યો

રાજકોટ તા.૧૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડી અને ગરમીનો એક સાથે અનુભવ થઇ રહ્યો છે બેવડી રૂતુના કારણે રોગચાળાનુ પ્રમાણ પણ વધ્યુ છે. આખો દિવસ ઉનાળા જેવી રૂતુનો અનુભવ થયા બાદ સાંજ ઢળતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે અને જેમ-જેમ રાત ઢળતી જાય છે તેમ-તેમ ઠંડીની અસર વધવા લાગે છે અને સવાર સુધી ઠંડીની અસરનો અનુભવ થાય છે.

જુનાગઢ

જુનાગઢઃ સોરઠમાં બેવડી ઋતુથી લોકો બિમાર અને પરેશાન થઇ ગયા છે.

છેલ્લા એક સપ્તાહથી એક સાથે ઋતુનો અનુભવ થઇ રહ્યો છે વેલી સવારે ગુલાબી ઠંડી અને બપોર થતા પહેલા જ તાપ શરૂ થઇ જાય છે. ઉનાળાના દિવસોમાં વિચિત્રઋુતુ ચક્રથી ઘરે ઘરે શરદી,માથાનો દુઃખાવો, કળતર, તાવ સહિતની નાની-મોટી બિમારી જોવા મળે છે.

આ સંજોગોમાં આજે જુનાગઢનું લઘુતમ તાપમાનાનો પારો વધુ નીચે ઉતરીને ૧૫.૫ ડિગ્રીએ સ્થિર થયેલ હતો વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૬ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૬ કિમીની રહી હતી.

જામનગર

જામનગરઃ શહેરનુ હવામાન મહતમઃ૩૧, લઘુતમઃ૧૯.૯, ભેજઃ૩૫ ટકા, પવનઃ ૮.૫ કી.મી. પ્રતિ કલાક રહ્યો છે.

(11:35 am IST)