Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

મોરબી જિલ્લામાં પૂર્વ મંજુરી વગર ચાર કરતા વધારે વ્યકિતઓને એકત્રિત ન થવા તથા સભા ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ

મોરબી તા. ૧૬ : લોકસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ અંતર્ગત આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. આ ચૂંટણી મુકત – ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને સમગ્ર  મોરબી જિલ્લામાં સુલેહ - શાંતિ તથા કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે તે માટે મોરબીના જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર. જે. માકડીયાએ આગામી તા. ૨૭ મી મે – ૨૦૧૯ સુધીના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લામાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યકિતઓને એકત્રિત ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે.

આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે સભા સરઘસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત લોકસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તથા સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ઉમેરવાનો રહેશે.

આ હુકમ ફરજ પર હોય તેવા ગૃહ રક્ષક દળના વ્યકિતને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને તથા કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.

(10:25 am IST)