Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા વિધવા બહેનોનેસાડી વિતરણ કરાયુ

ચલાલા :  યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા હાલ હોસ્પિટલ, અનાથઆશ્રમ, વૃધ્ધાશ્રમ, ગોૈશાળા, વિદ્યા સંકુલ, કોલેજ નિર્માણ કાર્યરત છે. સાથ ેતાજેતરમાં એક નવીનતમ કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં સંસ્થા દ્વારા હાલમાં જ યોજાયેલ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પ્રસંગે ગંગા સ્વરૂપ મહિલા મંડળના વિધવા અને  નિરાધાર બહેનોને સાડી વિતરણ કરવામાંઆવી હતી. સંસ્થાના વડા શ્રી રતિદાદા, લાલજીભાઇ  પર વિદેશથી પધારેલ શૈલેષભાઇ, રેખાબેન, ઉર્મિલાબેન, અરૂણભાઇ, નિકિનભાઇ, રોહિતભાઇ, પરેશભાઇ, અંકિતાબેન, અરૂણાબેન, તારાબેન સાથે મંજુલાબેન, રંજનબેન, ગાયત્રી પરિવારના પરિજન ભાઇ- બહેનો વગેરે ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાંમહેશભાઇ, મેહુલભાઇ, શિતલબેન વગેરેઅ ેજહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની તસ્વીર

 

(10:23 am IST)