Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ભાવનગરમાં ભૂજળ સંશોધન તાલીમ અપાઇ

 ભાવનગરઃ માનવીય સમુદાયનો વિકાસનો પ્રાકૃતિક સ્ત્રોત જળ, જમની અને જંગલ છે. જમીન ભૂ-રચના આધારિત મળે છે. પણ વૃક્ષોનું જતન કરી જંગલ વધારી શકાય છે. તેમ જળ એ સંગ્રહ કરી તેનો વિવેકપૂર્ણ ઉપગોગ કરીને માનવ પોતાનું હિત સાધી શકે છે. ભૂગર્ભમાં રહેલ જળ પણ માણસ શોધી શકે છે. પાણી સ્વયં ઉર્જા હોય તેના વિજભાર અને ઋણભાર સાથે માણસ પોતાના શરીરનો અનુબંધ જોડી પેટાળમાં રહેલ પાણી શોધી શકે છે. ગુજરાત સરકાર સંચાલિત વાલ્મી સંસ્થાના પૂર્વ નિયામક શ્રી બિપીનભાઇ વ્યાસ દ્વારા તાજેતરમાં શિશુવિહાર સંસ્થામાં ભૂ-ખંડ રચના અને પાણી વિષયે તાલીમ કાર્યક્રમ યોજાયેલ. જેમાં પીએટા અને ભાવનગર એન્જીનિયરીંગ એસોસિએશનનાં ઇંજનેેરો સહિત ૩૦ તાલીમાર્થીઓએ ઉત્સાહથી ભાગ લઇને ભૂ-જળ સંશોધનમાં વૈજ્ઞાનિક અભિગમ અંગે ભાવનગરના એકમાત્ર પ્રમાણિત જીઓલોજીસ્ટ શ્રી બિપીનભાઇ વ્યાસ પાસેથી તાલીમ લીધી હતી તે પ્રસંગની તસવીર.(તસ્વીરઃ વિપુલ હિરાણી)

(10:01 am IST)