Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ભાણવડ પાલિકા પ્રમુખના વોર્ડમાં જ પ્રાથમિક સુવિધાના નામે''૦'' મીંડુ!!

૧૦૦થી વધુ મતદારોએ અધુરા કામોનું લીસ્ટ ચિફ ઓફિસરને આપ્યું

ભાણવડ તા.૧૬: ભાણવડ નગરપાલિકા સતાધિશોની નિષ્ફળતા અને ટાંટીયા ખેંચમાં શહેરની પ્રાથમિક સુવિધાઓ ઝુંટવાતી જઇ રહી છે અને મોવડી મંડળ સમક્ષ જુઠાણાઓ ફેલાવવામાં આવી રહયા હોવાનું પણ હવે જાહેર થવા લાગ્યું છે.

ભાણવડ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. રના સૌથી વધુ મતદારોએ ચિફ ઓફિસરને ૧૧ જેટલા વિકરાળ અને અન્ય નાના મોટા પડતર પ્રશ્નોની લેખીત રજુઆત કરી છે જેમાં ભુગર્ભ ગટરની કુંડીઓ રીપેર કરવાની, તુટી ગયેલા સી.સી. અને ડામર રોડ રીપેર કરવાની સ્પીડ બ્રેકર મુકવાની, સતવારા સમાજ પાસે વારંવાર તુટતી પાણીની લાઇન પાસે રોડ રીપેર કરવા, નાની અને આડી ગલીઓમાં બનેલા નબળા રોડ ફરીથી બનાવવા, ખોડિયાર નગરમાં પાણી ઓછું આવવા બાબત, સોનાવાડીમાં ભુગર્ભ અને પાણી બાબતનું કામ, ચુનારાવાસમાં ધારાસભા વખતનું અધુરૃં પડેલું કામ પુરૂ કરવા બાબત, સતવારા સમાજ પાસે જાહેર મુતરડી ર્ીબનાવવા બાબત, ભુગર્ભ ગટરની નાની કુંડીઓ બનાવવા તથા કનેકશન આપવા બાબત, સતવારા સમાજ પાસેથી અને બીજી ત્રણ શેરીઓમાં પેવરબ્લોક પાથરવા બાબત ઉપરાંત કાયમી થતા સફાઇ અંગેના પ્રશ્નો સહિત અનેક સમસ્યાઓ લાંબા સમયથી પડતર છે અને વારંવાર લેખીત રજુઆતો તેમજ મૌખિક યાદી આપ્યા બાદ પણ પૂર્ણ થઇ શકતા નથી તેમ છતાં પ્રમુખે મોવડી મંડળ સમક્ષ ઉપરોકત કામો થઇ ગયા હોવાનું જુઠ્ઠાણું ચલાવતા મતદારોમાં રોષ ફેલાયો હતો.

આ જ વોર્ડના એકદમ કાર્યશિલ સદસ્ય ચેતનભાઇ રાઠોડની આગેવાનીમાં ઉપર મુજબના કામો જે અનેક રજુઆતો બાદ પણ કરવામાં નથી આવેલા તેમ છતાં મોવડી મંડળ સમક્ષ કામો ન થવા વિષયે સવિસ્તાર લેખિતર આપવામાં આવેલ છે.

હવે જોવાનું રહયું કે, આગામી દિવસોમાં શું નવાજુની થાય છે જો કે, સતાધિશોના આ ગજગ્રાહ વચ્ચે રબ્બર સ્ટેમ્પ સમાન ચિફ ઓફિસર કે જેનું એક ડગ ભાણવડમાં તો બીજું અન્યત્ર હોય છે તેની તો શહેરીજનોના પ્રશ્નોને લઇને કોઇ જવાબદારી જ ના હોય એ રીતે મુકપ્રેક્ષક બની તમાશો નિહાળ્યા કરે છે?

હાલ, પાલિકામાં ભારે અફળા તફળીના માહોલ વચ્ચે પાલિકાએ પોતાના કામો માટે આવતા શહેરીજનો તેમજ અરજદારો પણ તેમના કામો ટલ્લે ચડતા હેરાન-પરેશાન થઇ રહયા છે.

(10:01 am IST)
  • ન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST

  • જનતાને સાવધાન રહેવાની જરૂર :નિષ્ફળતાઓથી ધ્યાન હટાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે ભાજપ અને મોદી: બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, જનતાને સાવધાન રહેવાની જરૂર છે access_time 12:51 am IST

  • બીસીસીઆઈ શહીદોના પરિવારોની વહારે :શહીદોને પરિવારની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 20 કરોડ રૂપિયા આપશે access_time 10:36 pm IST