Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

દામનગરમાં પાણી સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે સર્વજ્ઞાતિ બેઠક પ્રથમ વખત મળી

દામનગર, તા. ૧૬ : કુંભનાથ મંદિર તળાવ સહિત સહજાનંદ સરોવર ભુરખિયા રોડ ગુરૂકુળ સામે ઢાંસા રોડ ચેક ડેમ સહિતના જળાશયોમાં જળ સંગ્રહ શકિત વધે તે માટે દામનગર શહેરના યુવાનો સુરત-મુંબઇ-અમદાવાદ સહિતના શહેરોમાં રહેતા વતન પ્રેમીઓએ વતન માટે ચિંતા વ્યકત કરતા શહેરની સમસ્યાઓ નિવારવા પ્રથમ બેઠક દામનગર ખાતે મળી માર્ચના અંતમાં સુરત ખાતે પણ સમસ્ત દામનગર શહેરની સર્વજ્ઞાતિ બેઠકનું આયોજન ધીરૂભાઇ પુનાભાઇ નારોલાના નેતૃત્વમાં મળનાર છે.

માદરે વતન માટે જળાશયો ભરવા તળાવ-ચેક ડેમો ઉંડા ઉતારવા સહિત અનેક સમસ્યાઓ માટે દામનગરના હાલ દુબઇ રહેતા ભરતભાઇ નારોલા અને ધીરૂભાઇ નારોલા સહિતનાઓએ અભ્યાસુ ઇન્જીનીયર્સ સાથે રાખી પાણી કયાંથી સરળ રીતે કેવી રીતે લાવી શકાય તે માટે અહેવાલો સાથે રજૂઆતો કરી છે.

શહેરમાંથી થતા લોકફાળા સામે એટલી રકમ એકલા નાખવાની તૈયારી દર્શાવતી વતન પ્રેમી યુવાન ભરતભાઇ નારોલા આ બેઠકમાં તળાવો ઉંડા ઉતારવા અને ભરવા માટે આયોજન કરવા સુરત ખાતે પણ ટૂંક સમયમાં બેઠક મળનાર છે.

(10:00 am IST)