Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

જૂનાગઢમાં દબાણ હટાવતા 10 જેટલા કોળી પરિવારો રસ્તા પર :ઉગ્ર આંદોલનની ચીમકી

એક મહિનાથી ઘર વિહોણા પરિવાર માટે કોઈ હકારાત્મક નિર્ણંય નહિ લેવાય તો ઉગ્ર આંદોલન છેડશે

જૂનાગઢઃ જૂનાગઢમાં દબાણ હટાવ કામગીરીથી ઘર વિહોણા બનેલા 10 જેટલા કોળી પરિવારો રસ્તા પર ઉતરી આવ્યા છે છેલ્લા એક મહિનાથી ઘર વિહોણા કોળી સમાજનું આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ છે. જૂનાગઢ મનપા દ્વારા વિકાસના કામોને લઈને દબાણ દૂર કરવામાં આવતા ઘણા વર્ષથી રહેતા 10 જેટલા પરિવારો રોડ પર આવી ગયા છે. જેને લઈને આ પરિવારો આંદોલન પર ઉતરી ગયા હતાં.

જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં આવેલી જલારામ સોસાયટીના માર્ગ પર છેલ્લા ઘણા વર્ષથી અસ્થાયી નિવાસ્થાન બનાવીને રહેતા 10 જેટલા કોળી પરિવાર વિકાસના કામોને લઈને દબાણો દૂર કરવામાં આવતા આ પરિવારો રોડ પર આવી ગયા હતા. જેના વિરોધમાં તેઓ તેમના પરિવારો સાથે આંદોલન પર ઉતરી ગયા હતા. જેને આજે એક મહિનો વિતી ગયો છે, તેમ છતાં કોઈ હકારાત્મક નિર્ણય નહીં કરવામાં આવતા શુક્રવારે જૂનાગઢના કોળી સમાજના કાર્યકરોએ આંદોલન સ્થળની મુલાકાત કરીને વિસ્થાપિત પરિવારોના સમર્થનમાં આગળ આવ્યાં છે. આગામી સમયમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(12:34 am IST)