Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

વિંછીયા પોલીસ મથકમાંથી ચોરાયેલ બે બાઈક સાથે રાયધન ગાબૂને ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય એલસીબી

વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે રાયધન ગાબૂ નામના શખ્શને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગેની વિગત મુજબ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાનો સુચના અન્વયે  મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપતા એલ.સી.બી. પો.ઇન્સ એમ.એન. રાણા તથા પો.સ.ઇ એચ.એ. જાડેજાનાઓના માર્ગદર્શન હેઠળ વિંછીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે અજમેર ગામની સીમની ધોળી હોકળી પાસે રહેતો રાયધનભાઇ વાલજીભાઇ ગાબુ પાસે બે ચોરીના મોટર સાયકલ છે.

   બાતમીના આધારે તે જગ્યાએ જતા બે મોટર સાયકલ મળી આવેલ તથા ઘરની બહાર એક ઇસમ આવતા તેને પોતાનું નામઠામ પુછતા પોતે રાયધનભાઇ વાલજીભાઇ ગાબુ હોવાનું જણાવતા તેની પાસે રહેલ મોટર સાઇકલ આધાર પુરાવા બાબતે પુછતા તેની પાસે કશુ નહી હોવાનું જણાવેલ જેથી ચોરીના હોવાનું જણાય આવેલ જેથી તેની વિરૂધ્ધ સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી અને તેની પાસે રહેલ વાહનો સી.આર.પી.સી.૧૦૨ મુજબ કબ્જે કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વિંછીયા પો.સ્ટે. સોંપી આપેલ છે. 

  રાયધન ગાબૂપાસેથી કબજે કરેલ મુદૃામાલમાંઆશરે ત્રણ ચાર મહિના પહેલા રાજકોટ સરકારી હોસ્પીટલ માંથી હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. એક કિં.૩૦,૦૦૦ અને થોડા દિવસો પહેલા રેસકોર્સમાં આવેલ ચબુતરા પાસેથી હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. એક કિં.રૂ.૩૦,૦૦૦મળી કુલ મો.સા 2 કુલ કિ.રૂ.૬૦,૦૦૦ કબ્જે કરેલ છે

  આ કામગીરીમાં એ.એસ.આઇ. પ્રભાતભાઇ બાલાસરા,પો.કોન્સ. બાલકૃષ્ણ ત્રિવેદી, પો.કોન્સ. રહીમભાઇ દલ,) પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા, પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા,પો.કોન્સ. કુમારભાઇ ચૈાહાણ જોડાયા છે

 

(12:08 am IST)