Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ભાવનગરના પાલીતાણાના ૩૨ કોંગી ઉમેદવારોના મેન્‍ડેડ ફાડી નાખવાના મામલામાં ગુજરાત હાઇકોર્ટમાં થયેલ રીટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૬: ભાવનગર જીલ્લાના પાલીતાણા નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસપક્ષનાં ઉમેદવારોનાં ફોર્મ-૩૬ ભરાઇ જતા ગત તા.૧૩-૨-૨૦૨૧નાં રોજ બપોરે ૨:૩૦ કલાકે કોંગ્રેસપક્ષનાં ઉમેદવારોનાં મેન્‍ડેડ ચુંટણી અધિકારી સમક્ષ રજુ કરવા જતા હતા ત્‍યારે અમુક માણસોએ હુમલા કરી મેન્‍ડેડ ફાડી નાખતા ચુંટણી અધિકારીશ્રીને અને પોલીસને જાણ કરતા મેન્‍ડેડ રજુ કરવા કહેતા તેમણે ફોર્મ સ્‍વીકારેલ નહીં.

આ અંગે જે ગુજરાત હાઇકોર્ટમાં આ અંગે રીટ કરતા સોમવારે ૩ થી ૪ કલાક સુધી દલીલો થતા અદાલત દ્વારા મુખ્‍ય ચુંટણી અધિકારીશ્રીને પણ હાજર રહેવા હુકમ થતા તેઓ પણ હાજર થતા કોર્ટે લોકશાહીમાં આ રીતે હિંસક હુમલો કરી મુકત ચુંટણીનો અર્થ રહેતો ન હોય આ અંગે રાજય ચુંટણી કમીશનરે પણ કોર્ટ સમક્ષ ચુંટણી કમીશનરે કોર્ટમાં જુબાની આપી કે અમો બધા મેન્‍ડેડ કોંગ્રેસપક્ષનાં સ્‍વીકારીએ છીએ તેવી કોર્ટમાં ખાત્રી આપેલ છે.

ગુજરાત હાઇકોર્ટના જજ પારડીવાલા એ હુકમ કરેલ છે. આ સમગ્ર પ્રક્રિયામાં  કોંગ્રેસ પક્ષનાં પ્રદેશ નિરીક્ષક શ્રી મહેન્‍દ્રસિંહ પઢેરીયા, પ્રવિણભાઇ ગઢવી, રૂમીભાઇ શેખ, કિરીટભાઇ ગોહીલે, સતત કોર્ટમાં જોડાયેલ રહેલ હતા.

(11:56 am IST)