Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વાદળા-ઝાકળને ઠંડો પવનઃ હવામાન પલટાયુ

આજે સતત ત્રીજા દિવસે ઝાકળવર્ષા થતા વાહન વ્યવહારને ભારે અસરઃ જો કે ઠંડીમાંં ઘટાડો થયાવત

રાજકોટ તા.૧૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાંં આજે સતત ત્રીજા દિવસે જોરદાર ઝાકળવર્ષાથતા વાહન વ્યવહારને ભારે અસર પડી હતી. ઝાકળ, વાદળા અને ઠંડો પવન ફુંકાતા હવામાનમાં પલ્ટો આવ્યો છે. જો કે ઠંડીમાં ઘટાડો યથાવત છે અને સુર્યનારાયણના દર્શન થતાની  સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ આજે જુનાગઢ સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાય જતા વાહન વ્યવહારને અસર થઇ હતી.આજે સવારે જુનાગઢ ખાતે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૭ ટકા થઇ જતા ગાઢ ધુમ્મસનું આક્રમણ થયુ હતું ધુમ્મ્સને લઇ રસ્તા પર કંઇપણ દેખાવુ મુશ્કેલ થતા વાહન વ્યવહારને અસર થઇ હતી.ભેજને લઇ આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ગઇકાલની સરખામણીમાં ૧.૭ ડિગ્રી ઘટીને ૧૪.૪ ડિગ્રી થતા ઠંડક અનુભવાઇ હતી.ગિરનાર પવર્ત પર સવારનું તાપમાન ૯.૪ ડિગ્રી રહ્યું હતું સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૩ કિ.મી. રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા જામનગરઃ શહેરનું લઘુમત તાપમાન ૧૬.પ ડિગ્રી મહતમ ર૮ ડિગ્રી ભેજ ૯૦ ટકા અને પવનની ઝડપ પ.પ કિ.મી. પ્રીતિ કલાક રહી હતી.

ધોરાજી

(કિશોર રાઠોડ) ધોરાજીઃ ધોરાજી પંથકમાં છેલ્લા ચાર દિવસથી ગાઢ ધુમ્મસ છવાયુ છે. વહેલી સવારથી ગાઢ ધુમ્મસ સવારના દસ વાગ્યા સુધી જેાવા મળી રહ્યુંછે.ગાઢ ધુમ્મસને કારણે રસ્તાઓ પર વાહનોને પણ ભાર ેમુશ્કેલ બની રહેલ છે.સતત ચોથા દિવસે ધુમ્મસને કારણે અમુક પાકોમાં ફાયદો અમુકમાં નુકશાની થાય તેવી ખેડૂતોમાં પણ ભીતી સેવાઇર રહી છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

ભેજ

ગિરનાર પર્વત

૯.૪

,,

૮૬%

નલીયા

૧૩.૪

,,

૮૬%

જુનાગઢ

૧૪.૪

,,

૮૬%

અમદાવાદ

૧૫.૦

,,

૭૦%

ડીસા

૧૪.૦

,,

૬૩%

વડોદરા

૧૬.૨

,,

૭૭%

સુરત

૧૯.૦

,,

૯૬%

રાજકોટ

૧૭.૫

,,

૯૮%

કેશોદ

૧૫.૪

,,

૯૮%

ભાવનગર

૧૮.૬

,,

૬૦%

પોરબંદર

૧૩.૬

,,

૯૦%

વેરાવળ

૧૮.૪

,,

૮૭%

દ્વારકા

૨૧.૦

,,

૭૯%

ઓખા

૨૦.૪

,,

૮૬%

ભુજ

૧૭.૬

,,

૮૬%

સુરેન્દ્રનગર

૧૭.૪

,,

૮૬%

ન્યુ કંડલા

૧૬.૧

,,

૯૬%

કંડલા એરપોર્ટ

૧૨.૧

,,

૯૬%

અમરેલી

૧૫.૬

,,

૯૪%

ગાંધીનગર

૧૪.૦

,,

૭૪%

મહુવા

૧૮.૧

,,

૭૯%

દિવ

૧૭.૮

,,

૮૧%

વલસાડ

૧૧.૦

,,

૯૦%

જામનગર

૧૬.૫

,,

૯૮%

વલ્લભ વિદ્યાનગર

૧૬.૯

,,

૭૫%

(11:45 am IST)