Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમના દરવાજા લીકેજ ! : મોટુ નુકસાન થવાની સંભાવના

ડેમના ત્રણેક દરવાજા અને પંદર જેટલા પાટિયાઓ ક્ષતિગ્રસ્ત

અમદાવાદ : સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમના દરવાજા લીકેજ થયા હોવાથી પાણી વહી રહ્યું છે. આ લિકેજ રિપેર કરવામાં ન આવે તો મોટુ નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભાદર ડેમ વર્ષ ૨૦૧૫માં જોરદાર વરસાદ પડતાં એક જ દિવસમાં ઓવરફ્લો થઈ ગયો હતો. ડેમમાં પુર સાથે પાણી આવતા ડેમના ત્રણેક દરવાજા અને પંદર જેટલા પાટિયાઓ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા.

        જેથી ડેમ ભયજનક બની ગયો હતો. ઘણા વર્ષો બાદ માંડ માંડ ભરાયેલો ડેમ તળિયા ઝાટક થઈ જતા ડેમના દરવાજાઓનું મુંબઈની ટીમે નિરીક્ષણ કરી સમારકામ કર્યુ હતું. અને આ દરવાજા પેલા કરતા પણ ત્રણ ગણા વધુ મજબૂત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો

(11:18 pm IST)