Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

મોરબી નવલખી ફાટક પાસે રીક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપીની અટકાયત

દારૂ સહીત 62,900ના મુદામાલ સાથે મોસીન ઉર્ફે ગોળીની અટકાયત : અન્ય આરોપીનું નામ ખુલ્યું

મોરબી એલસીબી ટીમે નવલખી ફાટક પાસેથી રીક્ષામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે

         નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ રાજકોટ તથા જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના મુજબ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે રીક્ષા નં જીજે ૦૩ એડબલ્યુ ૧૫૦૯ મોટા દહીંસરાથી વિસીપરા તરફ આવતી હોય જેને નવલખી ફાટક પાસે પરશુરામ મંદિર પાસેથી ઝડપી લઈને તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૮૪ કીમત રૂ ૨૭,૯૦૦ મળી આવતા એલસીબી ટીમે દારૂનો જથ્થો તેમજ મોબાઈલ અને રીક્ષા સહીત કુલ રૂ ૬૨,૯૦૦ નો મુદામાલ જપ્ત કરીને આરોપી મોસીન ઉર્ફે ગોલી હુશેન સેવાંગીયા પિંજારા (રહે મોરબી વિસીપરા(ને ઝડપી લઈને અન્ય આરોપી જલ્પેશ ઉર્ફે જપો વિનુભાઈ કંસારા (રહે દહીંસરા તા. માળીયા હાલ નવલખી રોડ મોરબી)નું  નામ ખુલતા તેની વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

 

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, ચંદુભાઈ કણોતરા, જયવંતસિંહ ગોહિલ, ભરતભાઈ જીલરીયા, ભરતભાઈ મિયાત્રા, નીરવભાઈ મકવાણા, દશરથસિંહ પરમાર ,ભગીરથસિંહ ઝાલા, આશીફ્ભાઈ ચાણક્યા, અને પૃથ્વીરાજસિંહ જાડેજાની ટીમ રોકાયેલ હતી

(11:00 pm IST)