Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

મોરબીના ચાચાપર ગામે ૩૪૦ મીટરની પુર સંરક્ષણ દિવાલનું સાંસદ મોહનભાઈના હસ્તે ખાતમુર્હત કરાયું

યોજનાને ૨૫૨ લાખના ખર્ચે મંજુરી મળતા પુર સંરક્ષણ દીવાલનું ખાતમુર્હત

મોરબી તાલુકાના ચાચાપર ગામે ભારે વરસાદ તેમજ ડેમી ૨ સિંચાઈ યોજનાના દરવાજા ખોલવાથી ડેમી નદીમાં આવતા પુરને કારણે નદીકાંઠાના મકાનોમાં ધોવાણ થતું હોય અને નુકશાન પહોંચતું હોય જેથી ચાચાપર ગામે પુર સંરક્ષણ દીવાલ બનાવવા માટેની માંગને પગલે ૨૫૨ લાખના ખર્ચે સંરક્ષણ દીવાલને મંજુરી આપવામાં આવી છે જે પુર સંરક્ષણ દીવાલનું સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું

       ચાચાપર ગામ મોરબી તાલુકામાં ડેમી નદીમાં લગોલગ કાંઠે ડેમી ૨ સિંચાઈ યોજના (નસીતપર) થી ૬.૨૦ કિમી નીચવાસમાં તથા ડેમી 3 સિંચાઈ યોજના (કોયલી) થી ૮.૩૦ કિમી ઉપરવાસમાં આવેલ છે જેથી ભારે વરસાદ અને ડેમી ૨ સિંચાઈ યોજનાના દરવાજા ખોલવામાં આવે ત્યારે પૂરના પાણી ગામમાં અંદર ઘુસી જતા હોય છે જેથી જાનમાલની નુકશાની થતી હોય જેને પગલે ટંકારા પડધરીના તત્કાલીન ધારાસભ્ય અને રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા ગામના નદીકાંઠાના ભાગમાં પુર સંરક્ષણ દીવાલ બનાવવા માટે નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કપ્લ્સર વિભાગ ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી હતી અને યોજનાને ૨૫૨ લાખના ખર્ચે મંજુરી આપવામાં આવી હોય જેથી આજે પુર સંરક્ષણ દીવાલનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું

      આ  પ્રસંગે ભાજપ અગ્રણી દુર્લભજીભાઈ દેથરીયા, જ્યોતીસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુર સંરક્ષણ દીવાલના ખાતમુર્હતને પગલે ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ છે

(10:57 pm IST)