Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

ભુજ મ્યુઝિયમના કર્મચારીને ફરી નોકરીમાં રાખવા હુકમ

નોકરીના મામલામાં સુપ્રીમનો મહત્વનો ચુકાદો : તમામ લાભ સાથે નોકરીમાં ફરી સ્થાપિત કરવાનો આદેશ

અમદાવાદ,તા. ૧૬ : ભુજના મ્યુઝિયમના એક પૂર્ણકાલીન ગેલેરી એટેન્ડન્ટ કર્મચારીને લાયકાત, સરકારની નાણાંકીય અછત સહિતના વિવિધ કારણોસર નોકરીમાંથી કાઢી મૂકવાથી લઇ તેને ઓછો પગાર આપવા સહિતની વર્ષો સુધીની હેરાનગતિ ચાલુ રહી હતી. હાઇકોર્ટના સીંગલ જજના ચુકાદા બાદ કર્મચારીને નોકરીમાં ફ્રેશ એપોઇન્ટમેન્ટ(નવી નિમણૂંક) આપી, તેને નોકરીમાં નિરંતરતા, મળવાપાત્ર પગારધોરણ સહિતના લાભોથી વંચિત રાખ્યો હતો, જેને લઇ કર્મચારી દ્વારા સુપ્રીમકોર્ટમાં સિવિલ અપીલ કરી મહત્વના કાયદાકીય મુદ્દાઓ ઉપસ્થિત કરાયા હતા. જેમાં સુપ્રીમકોર્ટે તેના મહત્વના ચુકાદા મારફતે એપેલન્ટ કર્મચારીને જૂલાઇ-૨૦૦૨માં પૂર્ણકાલીન ગેલેરી એટેન્ડન્ટ તરીકેની તેની શરૂઆતની નિમણૂંકની તારીખથી સેવાની નિરંતરતા સાથે પરંતુ તા.૧૮-૧૨-૨૦૧૨થી તા.૨૨--૨૦૧૩ વચ્ચેના સમયાગાળા માટે બેકવેજીસ વિના પુનઃસ્થાપિત કરવાનો મહત્વનો આદેશ જારી કર્યો હતો.

         સુપ્રીમકોર્ટનો ચુકાદો અન્ય અંશઃકાલીન કર્મચારીઓ માટે પણ માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થશે. સુપ્રીમકોર્ટના જસ્ટિસ ઇન્દિરા બેનરજી અને જસ્ટિસ .એસ.બોપન્નાની ખંડપીઠે એપેલેન્ટ જો તા.૨૫--૨૦૦૨ પછી પૂર્ણકાલીન ગેલેરી એટેન્ડન્ટ અને અંશકાલીન ગેલેરી એટેન્ડન્ટના પદો વચ્ચેના પગારના તફાવત જો કોઇ હોય તો તે મેળવવા માટે પણ હકદાર ઠરે છે. સીંગલ જજના તા.૧૪--૨૦૧૫ના હુકમ મુજબ, એપેલન્ટ તા.૨૮-૧૨-૨૦૧૨થી ખંડપીઠના ચુકાદાની તારીખ એટલે કે, તા.૨૨--૨૦૧૩ સુધીના સમયગાળા માટે બાકી એકઠા થયેલા પગાર વિના, પરિણમિત લાભો સાથે નોકરીમાં પુનઃસ્થાપિત કરવાના સીંગલ જજના હુકમને પણ બહાલ રાખ્યો હતો.

         ભુજ મ્યુઝિયમમાં પૂર્ણકાલીન ગેલેરી એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા વિનોદભાઇ રાજપૂત તરફથી એડવોકેટ ભાર્ગવ શ્રીકાંત હસુરકરે સુપ્રીમકોર્ટમાં મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, એમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જમાંથી રેગ્યુલર નિમણૂંક માટે નામ મોકલાયા બાદ અરજદાર તા.૧૪--૧૯૯૫ થી ભુજ મ્યુઝિયમમાં  પાર્ટ ટાઇમ ગેલેરી એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તા.૨૫--૨૦૦૨ ના રોજ સત્તાવાળાઓએ અરજદારની ફુલ ટાઇમ ગેલેરી એટેન્ડન્ટ તરીકે નિમણૂંક કરી હતી ત્યારે ધોરણ- પાસની લાયકાત ધરાવતો હતો. અરજદારે બે વર્ષ સુધી ફુલ ટાઇમ ગેલેરી એટેન્ડન્ટ તરીકે નોકરી કર્યા બાદ તા.--૨૦૦૪ના રોજ તેમને નાણાંકીય અછત અને તેઓ ધો-૧૦ પાસની લાયકાત નહી ધરાવતા હોવાના કારણોસર તેમને અચાનક નોકરીમાંથી દૂર કરવાની તજવીજ હાથ ધરી હતી. અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું કે, રિક્રુટમેન્ટ કાયદામાં આવી જોગવાઇ નથી.

        એપેલન્ટે ૨૦૧૦ અને ૨૦૧૧માં પણ સત્તાવાળાઓને રજૂઆત કરી કે, કુલ જગ્યાઓ પણ ખાલી છે અને હવે તો તેમણે ધોરણ-૧૦ પણ પાસ કરી નાંખ્યું છે, તેથી તેમને ફુલટાઇમ નિમણૂંક આપો. પરંતુ તેમછતાં એપેલન્ટને ફુલટાઇમ નિમણૂંક અપાઇ હતી, છેક ૨૦૧૩માં સત્તાવાળાઓએ એપેલન્ટની નિમણૂંક કરી પરંતુ ફ્રેશ એપોઇન્ટમેન્ટ કરી. હાઇકોર્ટે નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો હોવાછતાં એપેલન્ટની નવી નિમણૂંક ગણી તેમને સળંગ નોકરી, મળવાપાત્ર પગારધોરણ , પેન્શનના લાભો સહિતના લાભોથી વંચિત રાખવાનો સરકારના સત્તાવાળાઓ દ્વારા પ્રયાસ કરાયો છે. સંજોગોમાં સુપ્રીમકોર્ટે જરૂરી દરમ્યાનગીરી કરી અરજદારને ન્યાય અપાવવો જોઇએ. દલીલો ગ્રાહ્ય રાખી સુપ્રીમકોર્ટે મહત્વનો કાયદાકીય મુદ્દો નિર્ણિત કરી ઉપરમુજબ સીમાચિહ્નરૂપ ચુકાદો જારી કર્યો હતો.

(10:13 pm IST)