Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

લીંબડીના ભડીયાદમાં વનસંરક્ષણ ટીમ પર શિકાર કરતી ગેંગનો હૂમલો

આકાશમાં પતંગો ચગાવી પક્ષીઓનો શિકાર કરતી ગેંગના ૧૫ લોકો સામે અધિકારીએ ફરિયાદ નોંધાવી

વઢવાણ તા. ૧૬ : મોટી કઠેચીના ભડીયાદ પીર વિસ્તારમાં સુરેન્દ્રનગરની વનસંરક્ષણની બે ટીમો બાતમીના આધારે પક્ષીઓનો શિકાર અટકાવવા ગઇ હતી. જેમાં શિકાર કરતી ગેંગે હથિયારોથી હુમલો કરતા ચકચાર ફેલાઇ હતી. આ બનાવમાં ટીમના ચાર લોકોને ઇજા થતા લીંબડી બાદ સુરેન્દ્રનગર સારવાર માટે લવાતા ૧૫ લોકો સામે ગુનો નોંધાયો હતો.ઙ્ગ

લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામના ભડીયાદ પીર વિસ્તારમાં આકાશમાં પતંગો ચગાવીને પક્ષીઓનો શિકાર થતો હોવાની સુરેન્દ્રનગર વનસંરક્ષણ તંત્રને બાતમી મળી હતી. આથી એક ટીમમાં ચાર કર્મચારીઓ તેમજ બીજી ટીમમાં પાંચ કર્મચારીઓ સાથે કાર્યવાહી કરાઇ હતી. જેમાં એક ટીમ મોટી કઠેચી ભડીયાદ પીર વિસ્તારમા તેમજ બીજી ટીમ ડેમના ઉપપરના ભાગે છાપો માર્યો હતો. પરિણામે ભડીયાદ પીર વિસ્તારમાં કેટલાક શખ્સો પતંગ ચગાવીને પક્ષીઓના ઝુંડ તરફ દોરી લઇ જઇ પક્ષીઓને નીચે પાડવાનું કામ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જેમાં ચાર પાંચ પક્ષીઓ નીચે પડેલા હતા. આથી પક્ષીઓને બચાવવાનું કામ કરાતા લોખંડની પાઇપ, તલવાર જેવા હથિયારોથી ટીમના માણસો પર શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં વનસંરક્ષણની ટીમના કિશોરસિંહ વી.રાણા, અશોકસિંહ વી.રાણા, શકિતસિંહ પરમાર તેમજ બાતમીદાર વિપુલભાઈને ઇજાઓ પહોંચી હતી. આથી ઇજાગ્રસ્તોને લીંબડી બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. આ બનાવ અંગે પાણશીણા પોલીસમાં મોટી કઠેચી ગામના નામોરી કાસમ જમાલ, મુબારક અકબર જમલ, અબ્બસ સલીમ તેમજ ૧૨ અજાણ્યા માણસો સહિત કુલ ૧૫ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.ઙ્ગ

પતંગ ચગાવીને પક્ષીઓને દોરીમાં વિટોળી શખ્સો શિકાર કરી પક્ષીઓ તડફડતા મારતા તેને ટીમના માણસો લઇ જતા હતા. પરંતુ મુદ્દામાલ બાબતે ઝપાઝપી થતા લોકોએ હથિયારોથી હુમલો કર્યો હતો. જયારે ટીમના ત્રણ લોકોના મોબાઇલો તોડી નાંખતા અધિકારીઓ સંપર્ક વિહોણા બની ગયા હતા.(૨૧.૧૩)

(3:41 pm IST)