Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

કચ્છમાં સ્વાઇન ફલુથી વૃધ્ધાનું મોત : મૃત્યુઆંક ૯

ભુજ તા ૧૬ : કચ્છમાં સ્વાઇન ફલુનો ભરડો વિકરાળ બની રહ્યો છે. માધાપર (ભુજ) ના ૫૮ વર્ષીય પ્રોૈઢ મહિલાના મોત સાતે કચ્છમાં છેલ્લા દોઢ મહિનામાં સ્વાઇન ફલુથી થયેલા દર્દીઓના મોતની સંખ્યા વધીને ૯ થઇ છે.

તો પોઝીટીવ દર્દીઓની કુલ સંખ્યા ૧૦૦ નો આંક પાર કરી ને ૧૧૮ થઇ ગઇ છે. આરોગ્ય તંત્ર ના પ્રયાસો છતાં યુ સ્વાઇન ફલુને કાબુમાં લેવાનો પ્રાયસો જોઇએ તેવા સફળ રહ્યા નથી. (૩.૧૦) 

(3:41 pm IST)