Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

કચ્છનાં મુંદરામાં સ્ટીલની કંપનીમાં લોખંડનો ઉકળતો રગડો પડતા ર મજુર ભડથુ

ભુજ તા. ૧૬: મુંદરાના સમાઘોઘા આવેલી જિન્દાલ સો. લિમીટેડમાં લોઢાનો ઉકળતો રગડો બે પરપ્રાંતિય મજુરો પર પડતાં બંને સ્થળ પરજ ભડથું થઇ ગયા છે.

આજે સવારે સવા છ વાગ્યાના અરસામાં કંપનીના ડીઆઇએસપી મેલ્ટીંગ વિભાગમાં આ દુઘર્ટના ઘટી હતી. જેમાં સરોજકુમાર ભીમાસે દાસ અને નયનકુમાર ડંડાયાની (બંનેની ઉ.વ.૩૮, રહે સમાઘોઘા)ના કમકમાટીભર્યા મોત નિપજયાં  છે.

બંને મજુરો રેક પરથી આવતા ૮ ટનના ઇપીટી કેન કે જેમાં હોટ મેટલ (ઉકળતું પ્રવાહી પોલાદ) ભરેલું હોય છે તે ખાલી કરવાની કામગીરી કરતા હતા. દરમિયાન, અચાનક જ કેનનો હુક તુટી જતાં ગરમ મેટલ તેમના પર પડતાં સ્થળ પર જ બંને મજુર ભડથું થઇ ગયા હતાં.(૧.૧૭)

 

 

(12:52 pm IST)