Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

પાણીનો બગાડ ન કરવો, રસ્તા ઉપર કચરો ન નાખવો, નબળા પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવો, નિયમીત વેરાઓ ભરવાઃ ઉપલેટા ન.પા.ના પ્રમુખ

ઉપલેટા તા. ૧૬ :.. ઉપલેટા નગરપાલીકાના લોકપ્રિય મહિલા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાએ અને પૂર્વ પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયાએ એક નિવેદનમાં શહેરના લોકોને અપીલ કરતા જણાવેલ છે કે આજે પીવાના પાણી પ્રશ્ને સમગ્ર સૌરાષ્ટ્રમાં આપણો પ્રથમ નંબર આવે છે અન્ય શહેરો કે ગામોમાં દશ-દશ દિવસે પાણી મળે છે ત્યારે આપણને દર ત્રીજા દિવસે પુરા ફોર્સથી રેગ્યુલર પાણી મળે છે અને ફિલ્ટર કરેલું પાણી પણ નજીકના દિવસોમાં મળતુ થઇ જશે ત્યારે ચોમાસા સુધી પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે લોકોએ રોડ રસ્તા કે ફરીયાદમાં પાણીનો છંટકાવ ન કરી કરકસર રીતે પાણીનો ઉપયોગ કરવો જોઇએ તેમજ કચરો રોડ રસ્તા ઉપર નાખવાને બદલે ડોર ટુ ડોર કરચો લેવા આવતા વાહનમાં નાખવો જોઇએ તેમજ ધાર્મિક વૃતિના લોકો રોડ રસ્તાઓ ઉપર ઢોરને નિરણ નાખે છે તે બંધ કરવુ જોઇએ કારણ કે આવા ઢોર ત્યાંથી પસાર થતાં વૃધ્ધો બાળકોને હડફેટે લઇ નાની મોટી ઇજાઓ પહોંચાડે છે.

વેપારીઓએ આરોગ્યને નુકશાનકારક નબળા પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવો જોઇએ અને પીવાના પાણી સફાઇ રોડ રસ્તા લાઇટ સહિતની સવલતો આવી જ રીતે રેગ્યુલર મળતી રહે તે માટે લોકોએ પણ પોતાની નૈતિક ફરજ સમજી નગર પાલીકાના બાકી રહેતા પાણી ફી, હાઉસ ટેકસ, શિક્ષણ ઉપકર સહિતના વેરાઓ પ્રમાણીકપણે નિયમીત ભરવા પાણીનો ખોટો બગાડ કરનારા આસામીઓના નળ કનેકશન કાપી નાખવામાં આવશે તેમજ ખાદ્ય પદાર્થો ઠંડાપીણા ગોલા-ગુલ્ફી, આઇસ્ક્રીમ, ભેળ, પકડો સહિતના ખાણીપીણીની લારી ગલ્લાવાળા કે દુકાનદારોને પણ આરોગ્ય નુકશાન થાય તેવા વાસી અને પડતર ચીઝ વસ્તુો વહેચનારાઓ તથા નબળા પ્લાસ્ટીક વાપરનારાઓ સામે નગરપાલીકા કડક કાર્યવાહી કરશે. (પ-ર૧)

(12:14 pm IST)