Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ભાટીયામાં ઉતરાંચલ એકસપ્રેસ ટ્રેનને સ્ટોપ આપી ફરી પ્રસ્થાન કરાવતા સાંસદ

દેવભૂમિ દ્વારકા, તા.૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ગામે રાજકોટ મંડલ સાપ્તાહિક ગાડી સંખ્યા ૧૯૫૬૫/૧૯૫૬૬ ઓખા-દેહરાદુર-ઓખા ઉત્તરાંચલ એકક્ષપ્રેશ ટ્રેનને ભાટીયા રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપી લીલી ઝંડી આપીને વિધીવત રીતે શુભારંભ જામનગર-દેવભૂમિ દ્વારકા વિસ્તારના સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા ગઇકાલે સવારે ૯ કલાકે કરવામાં આવેલ હતો.આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે, રેલ્વે આપણા દેશને જોડતો મુખ્ય માધ્યમ છે રેલ્વેની સુવિધાઓ જેમ જેમ વધે તેમ સમગ્ર દેશ સાથે આગળ વધવાની તકો પણ આપણી વધતી હોય છે. આપણો જીલ્લો છેવાડાનો વિસ્તારો છે જે સાચા અર્થમાં પગ્રતિને જંખે છે. આ જીલ્લો આગળ વધવા માટે તત્પર છે. ભારત દેશ પર કોઇ આંગળી ચિંધિં શકતું નથી તેનું કારણ હોય તો તે આપણા વિરજવાનો છે જે દેશની રક્ષા કરતા હોય છે. હુમલામાં શહિદ થયેલ વિર જનાનોને હ્વદય પૂર્વકના વંદન કરી શ્રધ્ધાંજલી આપી તેમનું આ બલીદાન એડે નહિ જાય. તેમજ વધુમાં જણાવ્યું કે ભાટીયા રેલ્વે સ્ટેશન પર ટૂંક સમયમાં નવું પ્લેટફોર્મ અને બિલ્ડીંગ બનાવવામાં આવશે જેનું ખાતમુર્હત આવનારા દિવસોમાં કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલ્વે રાજકોટના અધિકારીશ્રી પી.બી.નિનાવે, રવિન્દ્ર શ્રીવાસ્તવ, કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પીઠાભાઇ વારોતરીયા, ભાટીયા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તાલુકા/જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, ભાજપ આગેવાનશ્રી હિતેશભાઇ પીંડારીયા, જિલ્લા ભાજપ યુવા પ્રમુખશ્રી પરબતભાઇ ભાદરકા, આજુ-બાજુના ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.(૨૩.૩)

(12:13 pm IST)