Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

કાલાવડમાં શહીદોને શ્રધ્ધા સુમન

 કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી બી. બી. એન્ડ પી. બી. હિરપરા કન્યા વિદ્યાલય તથા શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય તથા શ્રી કાલાવડ ઇંગ્લીશ મીડિયમ સ્કુલ તથા અકબરી કન્યા છાત્રાલય કાલાવડ શૈક્ષણીક સંકુલમાં ૧પ૦૦ વિદ્યાર્થીની બહેનો તથા સ્ટાફગણ તથા સર્વ ટ્રસ્ટીશ્રીઓ દ્વારા વીર જવાનોની ખુમારી, રાષ્ટ્ર-ભાવનાને બિરદાવતા શહીદ થયેલ જવાનોને ર મીનીટનું મૌન પાળી શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું. તેમજ શૈક્ષણીક સંકુલ દ્વારા શહીદોના પરિવાર માટે સહાયની પણ જાહેરાત કરવામાં આવી. સર્વ ટ્રસ્ટીઓ અને સંસ્થા દ્વારા યથા યોગ્ય સહાય તેમજ સર્વ સ્ટાફ ગણનો એક દિવસનો પગાર તથા ૧પ૦૦ વિદ્યાર્થીનીઓ દ્વારા પણ ફંડ એકઠું કરવામાં આવ્યું. (પ-ર૭)

(12:09 pm IST)