Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ઓખા જેટી ઉપર શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ

ઓખાઃ બેટ જેટી એસઆરપી ૩૧ બટાલીયન, ટ્રાફિક બ્રિગેડીયર તથા ગુજરાત મેરીટાઇમ બોર્ડ જવાનો અને ઇમરજન્સી ૧૦૮ના સ્ટાફે સાથે મળી આ શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પી હતી. આ સાથે ઓખા રામાનંદી સાધુ સમાજ ખાતે રામાનંદી સર્વે પરિવારો સાથે મળી બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલયના ડો. આશાબેન પટેલની આગેવાની હેઠળ શાંતિ પ્રાર્થના, કેન્ડલ માર્ચ યોજી આ શહિદોને શ્રધ્ધાંજલી અર્પી હતી. અને આતંકવાદીના આ નાપાક કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું હતું. (તસ્વીરઃ ભરત બારાઇ, ઓખા) (૧.૮)

(12:09 pm IST)