Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

દ્વારકામાં હીટાચી મશીન હલાવવા દેવા માટે મોબાઈલ અને રોકડ ઝૂંટવી લઈ મશીન સળગાવી દીધું: ૧ લાખનું નુકશાન

ખંભાળીયા, તા. ૧૬ :. દ્વારકાના નવી મઢી સીમ વિસ્તારમાં અમીત ડાડુભાઈ ગાગીયા (ઉ.વ.૨૧) હિટાચી મશીન હલાવતા હતા ત્યારે (૧) ડાવા ધના મુન-ગઢવી રહે. સુઈનેશવાળાએ 'તારા શેઠને કહી દેજે કે અહીં મશીન હલાવવું હોય તો એક લાખ રૂપિયાનો હપ્તો આપવો પડશે' તેમ કહી મોબાઈલ કિંમત રૂ. ૫ હજાર ખીસ્સામાં રહેલ રોકડા રૂ. ૧ હજાર ઝુંટવી લઈ હીટાચી મશીનમાં આગ લગાડી એકાદ લાખનું નુકસાન કર્યાની ફરીયાદ અમીતભાઈ ગાગીયાએ ઉપરોકત આરોપી વિરૂદ્ધ દ્વારકા પોલીસમાં નોંધાવતા પોલીસે ૩૮૭, ૩૯૨, ૪૩૫ સહિતની કલમ મુજબ તપાસ હાથ ધરી છે.

આંબરડીમાં જુગાર

ભાણવડના આંબરડી ગામે જાહેરમા તિનપત્તીના પાના વડે જુગાર રમતા (૧) રવજી ઉગાભાઈ સાદિયા (૨) પ્રવીણ પરબતભાઈ સાદિયા (૩) નારણ કારાભાઈ સાદિયા (૪) રાજાભાઈ દેવશીભાઈ સાદિયા આ ચારેય ઈસમો રોકડા રૂપિયા ૪૫૯૦ની મત્તા સાથે ઝડપાઈ આવ્યા હતા.

મોટા આસોટામાં આપઘાત

કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા મુરૂભાઈ લખુભાઈ ચાવડા (ઉ.વ.૫૦)વાળાને માનસિક બિમારીની દવા ચાલુ હોય જેનાથી કંટાળી જઈ પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સોડસલામાં શોકથી મોત

ખંભાળીયા તાલુકાના સોડસલા ગામે રહેતા બહાદુરસિંહ નારણજી જાડેજા (ઉ.વ. ૪૦) સોડસલા સામે એક ટી.સી.માં જમ્પર લગાવવા જતા અકસ્માતે વીજ લાઈનમાં હાથ અડી જતા શોર્ટ લાગતા મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ભોરીયા ગામે અપમૃત્યુ

ભાણવડના ભોરીયા ગામે રહેતા ભીમાભાઈ કરશનભાઈ સોલંકી (ઉ.વ. ૪૫) પોતાની વાડીએ અકસ્માતે કુવામાં પડી જતા ગંભીર ઈજાઓ થતા મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.(૨-૭)

(12:03 pm IST)