Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ક્રોસમેચ તથા બ્લડ ટેસ્ટીંગ સીરોલોજીકલ ટેસ્ટ રોબોટીક સીસ્ટમથી કાર્ય કરતા મશીનની સેવાઓ ભાવનગર બ્લડ બેંકમાં ઉપલબ્ધ

ભાવનગર તા.૧૬: સૌરાષ્ટ્રમાં ભાવનગર બ્લડ બેંકમાં અત્યંત આધુનીક રોબોટ દ્વારા દર્દીનું સેમ્પલ ને રકતદાતાના રકતનું બ્લડ ગ્રુપ ક્રોસમેચ જરૂરી ટેસ્ટ કરી ૧૮-૨૦ મીનીટમાં પ્રિન્ટ આપે જેનાથી માનવીય ભૂલ અટકાવી શકાય.

દરેક રકતદાતાના સેમ્પલના ફરજીયાત ટેસ્ટ એચ.આઇ.વી., કમળો, જાતીય રોગ, મેલેરીયાના એક સાથે ૯૬ ટેસ્ટ ૩.૩૦ કલાકમાં કરી આપી, જીવાણુ યુકત લોહીના સેમ્પલ ડીસકાર્ડ કરે છે. આ મશીનો ૮૭ લાખના ભાડે લઇ દર્દીઓ ગુણવતા માટે પાંચ વર્ષના સમયગાળા માટે લીધા જેથી તેના પ્રોસેસનો ચાર્જ વધશે પણ ગુણવતાવાળુ - સલામત લોહી આપી શકાશે. ઇલેકટ્રાફા તથા મેટરીક્ષ ઓટોમેટીન નામના બે  અદ્યતન મશીનો ભાવનગરમાં ઉપલબ્ધ છે. તેમ બ્લેડ બેંકના મેનેજીંગ ટ્રસ્ટી સંજયભાઇ દેસાઇએ જણાવ્યુ હતુ. આ મશીન સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ભાવનગર બ્લડ બેંકમાં ઉપલબ્ધ બન્યા છે.(૭.૮)

 

(12:03 pm IST)