Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ચલાલાના માણાવાવમાં પુત્રના હાથે પિતાની હત્યા

અમરેલી, તા. ૧૬:  ચલાલાના માણાવાવમાં ગત ૭/રના રોજ માણાવાવ ગામની સીમમાં જોરૂભાઇ ઓઢાભાઇ વાળાની વાડીના કુવામાંથી એક આઘેડની લાશ મળતા પોલીસે આ બનાવમાં અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરેલ હતો.

પરંતુ આ બનાવમાં મરણ જનાર રમેશભાઇ ચંપાભાઇ રાણા (ઉ.વ.૬૦) તેમની પત્ની કમલાબેન રમેશભાઇ રાણાએ ખોણે બેસાડેલ પુત્ર વસ્તુપાળ કાળુભાઇ રાણાને તેમની માતા સાથે જ આડો સંબંધ હોવાની મરણ જનારને જાણ થતા પત્ની કમલાબેન અને ખોણે બેસાડેલા વસ્તુપાળે માથાના ભાગે પાવડા વડે મરણતોલ મારમારી ગંભીર ઇજા કરી મોત નિપજાવી પોલીસને ગુમરાહ કરવા માટે લાશને કુવામાં નાખી દઇ પુરાવાનો નાશ કરતા આ બનાવમાં વાડી માલીક જોરૂભાઇ ઓઢાભાઇ વાળાની ફરીયાદ ઉપરથી પોલીસે માતા પુત્ર સામે આઇ.પી.સી. ૩૦ર મુજબ ખુનનો ગુન્હો દાખલ કરેલ છે.

(3:47 pm IST)