Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવત

રાજકોટ તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડીમાં ઘટાડો યથાવત છે અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી  જતા ગરમીનો અનુભવ થઇ રહ્યોછ.ે

માત્રે વહેલી સવારના અને રાત્રીના ઠંડકનો અનુભવ થઇ રહયો છ.ે

નલીયાનું લઘુતમ તાપમાન ૧૧.૪ રાજકોટ ૧૬.૩ ગાંધીનગર ૧૩.૦ ડિગ્રી તાપમાન રહ્યું છ.ે

જામનગર

જામનગરઃ શહેરનુ આજનું હવામન ૩૦ મહત્તમ ૧૪.૮ લઘુતમ ૬૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

સોરઠમાં સવારથી ગરમીનુ આક્રમણ

જુનાગઢ : જુનાગઢ સહિત સોરઠમાં સવારથી જ ગરમીનું આક્રમણ શરૂ થઇ ગયુ છે.

સવારનું લઘુતમ તાપમાન ૧૬.૫ ડિગ્રી નોંધાયુ હતુ. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૬ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૯ કિમીની નોંધાઇ હતી.

આ વર્ષે સમય અગાઉ ઠંડીએ વિદાય લેવાનું શરૂ કર્યુ છે ગત પાંચ વર્ષની સરખાણીએ દિવસ અને રાતનું તાપમાન બે ડિગ્રી વધારે રહ્યુ છે.

(3:37 pm IST)