Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

જામનગરમાં એડવોકેટે મહિલાને જીવતી સળગાવતા પોતે પણ દાઝયાઃ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા ફરિયાદી અને આરોપીઃ ૯ વર્ષની બાળા પણ સારવારમાં

જામનગરઃ તસ્વીરમાં એડવોકેટની ઓફિસ નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

 

જામનગર તા. ૧૬ : તાલુકાના દડીયા ગામે રહેતી દિવ્યાબેન પરેશભાઈ દામજીભાઈ ભદ્રેચા જાતે બ્રાહમણ ઉ.વ. ૩પ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી દિવ્યાબેનના પતિ દસેક વર્ષ પહેલા વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલ હોય જેનો કલેઈમ કેસ આ કામેના આરોપી વકીલ રમેશભાઈ શ્રીમાળી કેસ ચલાવે છે.

જે કલેઈમ કેસના બહાને આરોપી વકીલ રમેશ શ્રીમાળીએ ફરીયાદી દિવ્યાબેનને અવાર નવાર તેમની ઓફિસ જે ખંભાળીયા નાકા બહાર આવેલ ચૈતન્ય કોમ્પલેક્ષમાં ઓફીસ નંબર ૩૧૦ માં બોલાવી શરીર સંબંધ બાંધવા કૌશિષ કરતા હતા. જે અંતર્ગત તા. ૧પ ના રોજ ફરીયાદીને ફોન કરી ઓફીસે પોતાની પાસે બોલાવી બળજબરી કરતા ફરીયાદીએ ના પાડતા આરોપી વકીલે એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને મારી નાખવાના ઈરાદે આખા શરીરે પેટ્રોલ જેવું પ્રવાહી છાંટી દીવાસળી થી આગ ચાંપી દેતા ફરીયાદી ગંભીર રીતે દાઝી જતાં જી.જી.હોસ્પિટલે દાખલ કરવામાં આવેલ છે જયારે વકીલ સામે પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ એલ.આર.ગોહીલ ચલાવી રહયાં છે.

આ બનાવમાં ફરીયાદીની ૯ વર્ષની દિકરી પણ દાઝી જતા તેમને સારવાર આપવામાં આવી છે. આ બનાવમાં ફરીયાદી તથા આરોપી બન્ને ૭પ થી ૯૦ ટકા જેટલા દાઝી જતાં બન્ને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહયાં છેે.(૨૧.૧૭)

(12:58 pm IST)