Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

મામલતદારે માહિતી ન આપતા ૫૦૦૦નો દંડઃ જામજોધપુરની ઘટના

જામજોધપુર તા. ૧૬ : તાલુકાના ખાતેદારે મામલતદાર પાસે માહિતી અધિનિયમ હેઠળ માંગેલી માહિતી ના મળતા આ મામલે માહિતી આયોગમાં અરજદારે કરેલી અપીલને પગલે મામલતદારને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે.

મોરબી રાજપૂત સમાજ ટ્રસ્ટના પ્રમુખ અને જામજોધપુર તાલુકાના ચુર ગામના ખાતેદાર કનકસિંહ જાડેજાએ મામલતદાર જામજોધપુર પાસે ૨૫-૦૪-૨૦૧૬ ના રોજ માહિતી અધિનિયમ ૨૦૦૫ મુજબ પાંચ મુદાની માહિતી માંગી હતી જેમાં જાહેર માહિતી અધિકારી પાસે સમયમર્યાદામાં માહિતી ના મળતા તા. ૩-૬-૨૦૧૬ ના રોજ પ્રથમ અપીલ સત્તાધિકારીને માહિતી અધિકાર અધિનિયમ મુજબ કરવામાં આવી હતી અને ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર દ્વારા તા. ૨૭-૦૯-૨૦૧૬ ના રોજ દાખલ કરેલ અન્વયે આયોગે તા. ૩૦-૦૮-૨૦૧૭, તા. ૨૭-૧૦-૨૦૧૭ તથા તા. ૨૦-૧૨-૨૦૧૭ અને તા. ૦૧-૦૧-૨૦૧૮ ના રોજ વચગાળાનો હુકમ કરવામાં આવ્યો હતો.જેમાં મામલતદાર જામજોધપુરના બી.કે. પંડ્યાએ માહિતી આપી ના હોય જેથી જાહેર માહિતી અધિકારી અને મામલતદાર જામજોધપુર પંડ્યાને જવાબદાર ગણી ૫૦૦૦ નો દંડ કરવામાં આવ્યો છે.(૨૧.૧૧)

(12:18 pm IST)