Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

દેવભૂમિ દ્વારકામાં અન્ન આયોગના સભ્ય દિનેશ કારીયા દ્વારા બેઠક

 દેવભુમિ દ્વારકા કલેકટર કચેરી ખંભાળીયાના સભાખંડમાં ગુજરાત રાજય અન્ન આયોગના સભ્ય દિનેશભાઇ કારીયાના અધ્યક્ષ સ્થાને અન્ન સલામતી કાયદો-૨૦૧૩ના અમલીકરણના અનુસંધાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરીની અદ્યતન પરિસ્થિતિ, મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો અને આંગણવાડી કેન્દ્રોની કામગીરી અંગે ચર્ચા વિચારણાઓ કરી તેમજ આ કામમાં પડતી મુશ્કેલીઓની જાણકારી મેળવી હતી તથા જરૂરી સુચનો કર્યા હતા. આ બેઠકમાં ઇન્ચાર્જ કલેકટર આર.આર. રાવલ, નિવાસી અધિક કલેકટરશ્રી વ્યાસ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી માંડોત સહિત લગત વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.(૨૧.૧૧)

(12:17 pm IST)