Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

પોરબંદરમાં ડોક યાર્ડ ટ્રેઇન સહિત રેલ્વે વિકાસ કાર્ય માટે હકારાત્મક પ્રતિભાવ

પોરબંદર તા. ૧૬ :.. રેલ્વે સ્ટેશન પર પરિવર્તનની કામગીરી પુર્ણ થયા બાદ લાંબા અંતરની એકપણ ટ્રેન પોરબંદર-મુંબઇ-સેન્ટ્રલ-પોરબંદર વચ્ચે સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેન નં. ૧૯ર૧પ - ૧૯ર૧૬ સિવાય ન હતી.

પરંતુ પૂર્વ સાંસદો સર્વશ્રી ગોરધનભાઇ (ભાજપ)ના બે ટર્મ પ્રતિનિધી તથા કોંગ્રેસ વિપક્ષી નેતા ધારાસભ્ય અર્જુનભાઇ આ ના માધ્યમથી કોંગ્રેસ પુર્વ અને છેલ્લે છેલ્લે ભાજપ માં ગયેલ વર્તમાન સાંસદ શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાના પ્રતિનિધી તરીકે રેલ્વે મંત્રાલય દ્વારા હેડ ઓફીસ પશ્ચિમ રેલ્વે ચર્ચગેટ દ્વારા સાંસદના પ્રતિનિધી તરીકે ભાવનગર ડીવીઝન (પ.રે.) માં ડી. આર. યુ. સી. સી. સભ્ય તરીકે નિમણુંક પામેલ પૂર્વ ડી. આર. યુ. સી. સી. સભ્યશ્રી હેમેન્દ્રકુમાર એમ. પારેખ ચાર ટર્મ પ્રતિનિધી તરીકે કાર્યરત રહી ભાવનગર ડીવીઝનમાં લાલપુર - જેતલસર જંકશન- પોરબંદર વચ્ચે રેલ્વે સુવિધા મેળવવા સતત પ્રયત્નશીલ રહેતાં લાંબા અંતરની ટ્રેનો કાર્યરત કરેલ. પોરબંદર-દિલ્હી-સરોયલા   પોરબંદર - પોરબંદર -મુઝફરર નગર (મોતીહારી) પોરબંદર, પોરબંદર-સિકંદરાબાદ - પોરબંદર, પોરબંદર-હાવરા -પોરબંદર-પોરબંદર-શાંત્રાગુચી-પોરબંદર, પોરબંદર-કોચીવલ્લી-પોરબંદર એકસ સુપર ફાસ્ટ ટ્રેનો લાંબા અંતરની કાર્યરત કરેલ.

હાલ પોરબંદરના રેલ્વે સ્ટેશન આવક વિકાસમાં લાંબા સમયથી બંધ કરાયેલ હાર્બર-ડોક ટ્રેન કાર્યરત નવા જુના બંદરની થયેલ છે. ગ્રાન્ટ પણ ફાળવવામાં આવેલ છે. નજીકના ભવિષ્યમાં હાર્બર-ડોર્ક ટ્રેન શરૂ કરવાના સંકેત પ્રાપ્ત થયેલ છે.

પોરબંદર મોડેલ સ્ટેશન બનાવવા માટે પણ પૂર્વ ધારાસભ્યશ્રી અર્જુનભાઇના સહયોગથી પોરબંદર રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નં. ર ની ફીકવન્સી વિકાસ કાર્ય નવો ટ્રેક કાર્યરત કરવા, પરિવર્તન કરવા વાંસજાલીયા, કુતીયાણા સરાડીયા, શાપુર-વંથલી - જુનાગઢ જોડી દેવા માટે તા. રપ-૧૦-ર૦૧૬ ના પશ્ચિમ રેલ્વે હેડ ઓફીસ ચર્ચગેટને મુંબઇ ૪૦૦૦ર૦  કરવામાં આવતા  હેડ ઓફીસના પત્ર ક્રમાંક ટી ૪૭૧/૪/ ઝેડઆરયુસીસી - ડીઆરયુસીસી તા. ૧૧/૧૯-૧૦-ર૦૧૬ થી જણાવેલ કે પ્લેટ ફોર્મ નં. ર નો વધારો કરી લંબાવાશે અને ૧ થી ૩ પર ર૪ ચોવીસ કોચ ઉભી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વિરમગામ રાજકોટ ડબલ ટ્રેકની કામગીરી મંજૂર થયેલ કામગીરી શરૂ થતાં પૂર્વ ડીઆરયુસીસી સભ્યશ્રી હેમેન્દ્રકુમારે ચાલુ કામગીરીમાં રાજકોટ ભકિતનગર - ગોંડલ-નવાગઢ-જેતલસર જંકશન-ધોરાજી- ઉપલેટા-જામજોધપુર - વાંસાજાળીયાને વધારાના ટ્રેક નાખી કાર્યરત યાને ટુ-ટ્રેક કાર્યરત કરવા તથા ઓખા-રાજકોટ - સુરેન્દ્રનગર-વિરમગામ ઇલેકટ્રીક સીટીમાં રૂપાંતરીત કામગીરી સાથે પોરબંદર-રાજકોટ જેતલસર-જંકશન -ગોંડલ-ભકિતનગર રાજકોટ ઇલેકટ્રીક લાઇનથી જોડી દેવાની રજૂઆત કરેલ તેમાં સફળતા મળેલ. સિધ્ધાતીક સ્વીકારાયેલ છે. (પ-૯)

(12:11 pm IST)