Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

જુનાગઢઃ સોમનાથ ઉત્સવમાં શાસ્ત્રીય સંગીતની સુરાવલી

જુનાગઢઃ શિવરાત્રી પર્વ નિમિતે રાજય સરકારના યુવક અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર, જીલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ''સોમનાથ ઉત્સવ''માં ગુજરાતના જાણીતા શાસ્ત્રીય ગાયક વિપુલ ત્રિવેદી તેમજ સાથે કલાકારો દ્વારા શિવજીને પ્રિય શાસ્ત્રીય રાગોમાં શિવ-સ્તોત્ર, પદો અને બંદીશોનું ગાયન થયું. કલાકારોની પ્રસ્તુતિથી ઉપસ્થિત શ્રોતાગણ નાદ-લયની સ્વર લહેરીમાં એકાકાર થયા હતા. વિપુલ ત્રિવેદી સાથે અમિષા માંકડ, રૂત્વી પંડીત, કૃતિકા નાણાવટી, ચિરાગ સોલંકી, મિલન બુચ દ્વારા ગાયનની પ્રસ્તુતી થઇ કાર્યક્રમમાં તબલા સંગત અજીત પરમાર, વાયોલીન/બાંસુરી સંગત ગૌરવ ભટ્ટી તેમજ સહાયક કલાકાર શુભમ દવે, જયરાજ પરમાર, કેવલ ગોહિલ, રવિ મેઘનાથી દ્વારા સુંદર સાઝ સંગત થઇ હતી. સફળ બનાવવા ગીર-સોમનાથ જીલ્લા રમત ગમત અધિકારી વિશાલ જોશી, વહીવટી અધિકારીઓ, સોમનાથ ટ્રસ્ટના સ્ટાફે જહેમત ઉઠાવી હતી (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

(10:02 am IST)