Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ચોટીલાના લૂંટના ગુનામાં બે વર્ષથી ફરાર જીગો ઉર્ફ રફિક અને નીતાને રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડ્યા

એએસઆઇ સી. એમ. ચાવડા અને કોન્સ. કરણ મારૂની બાતમી પરથી પીએસઆઇ જોગરાણા અને ટીમે પકડી લીધા

રાજકોટ તા. ૧૬: ચોટીલામાં બે વર્ષ પહેલા નોંધાયેલા લૂંટના ગુનામાં બે વર્ષથી ફરાર જસદણના નવહથાપીરની દરગાહ પાછળ રહેતાં જીગો ઉર્ફ રફિક હુશેનભાઇ પઠાણ (ઉ.૨૭) અને રાજકોટ આજી વસાહત નકલંક પાર્ક-૨ની નીતા કમલેશ બાવળીયા (ઉ.૩૩)ને શહેર ક્રાઇમ બ્રાંચના એએઅસાઇ સી. એમ. ચાવડા અને કોન્સ. કરણભાઇ મારૂની બાતમી પરથી પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમે પકડી લીધા છે.

વિગત એવી છે કે તા. ૫/૨/૧૯ના રોજ અશ્વિનભાઇ પટેલ તેની સ્ત્રી મિત્ર સાથે કારમાં ચોટીલાથી આણંદપર, સણોસરા ગામથી આગળ ડુંગરાળ વિસ્તારમાં ગયા હતાં અને ત્યાંથી પરત આવતાં હતાં ત્યારે શામજી ધોબી, અતુલ સદાદીયા અને સંજય ચોૈહાણે તેને અટકાવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી લાઠીથી માર મારી પોલીસ સ્ટેશને લઇ જઇ નગ્ન કરી લાઠી મારવાની ધમકી આપી ૧૦ હજાર લૂંટી લીધા હતાં. તેમજ બીજા ૧૦ લાખ બળજબરીથી કઢાવી લઇ ગુનો આચર્યો હતો. આ ગુનામાં જે તે વખતે જીગો ઉર્ફ રફિક અને નીતા બાવળીયાના પણ મદદગારીમાં નામ ખુલ્યા હતાં. ત્યારથી બંને સતત ફરાર હતાં. જેને બાતમીને આધારે પકડી લેવાયા છે.

રાજ્યના પોલીસવડાએ નાસતા ફરતા આરોપીઓને પકડી લેવાની ડ્રાઇવ યોજવા આપેલી સુચના અંતર્ગત પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં આ કામગીરી પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ ચેતનભાઇ ચાવડા, બિપીનભાઇ ગઢવી, હેડકોન્સ. સંતોષભાઇ મોરી, અભીજીતસિંહ જાડેજા, જયંતિભાઇ ગોહિલ, કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલ અને કરણભાઇ મારૂએ કરી હતી.

(4:09 pm IST)
  • ' માનવ જબ જોર લગાતા હૈ ,પથ્થર પાની બન જાતા હૈ ' : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટીકાકરણની શરૂઆત પ્રસંગે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની કવિતાની પંક્તિ ટાંકી : પ્રથમ તબક્કે 1 કરોડ હેલ્થ વર્કર ,તથા 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાશે access_time 11:09 am IST

  • સમગ્ર પાટનગર ઉપર : ધુમ્મસની ચાદર છવાઇ ગઈ :આજે સવારે રાજધાની નવી દિલ્હીના લગભગ તમામ વિસ્તારો ઉપર ગાઢ ધુમ્મસની ઘેરી ચાદર છવાઈ ગયાનું દ્રશ્ય જોવા મળતું હતું. આવતા ચોવીસ કલાકમાં ટેમ્પરેચરમાં થોડો ઘટાડો થશે. દિલ્હી એરપોર્ટ ઉપર આવતી અને જતી ઘણી ફ્લાઇટો આ ધુમ્મસને લીધે મોડી થઈ રહી હતી. સવારે સાડા આઠ વાગ્યે પણ દિલ્હી એરપોર્ટ ના રન-વે ઉપર ઝીરો વિઝિબિલિટી જોવા મળી હતી. access_time 11:39 am IST

  • કેરળમાં ચૂંટણી પહેલાનું ડાબેરી સરકારનું છેલ્લું ફુલગુલાબી બજેટ : પેનશનમાં વધારો : ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી ખેત પેદાશોના લઘુતમ મૂલ્યમાં વધારો : આરોગ્ય ક્ષેત્રે નવી ચાર હજાર નોકરીઓનું નિર્માણ : 50 લાખ યુવાનોને હુન્નર માટે કૌશલ્ય આપવાનું આયોજન : ગરીબ પરિવારોને ઓછી કિંમતે લેપટોપ અપાશે : થોડા મહિના પછી ધારાસભાની ચૂંટણી access_time 6:48 pm IST