Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જૂનાગઢ : સ્વામિનારાયણ મુખ્ય મંદિરે ૧૧૦૦ પતંગોનો શણગાર : ૧૨૫ ગ્રામ સોનાનો હાર ચડાવાશે

તલનો અભિષેક, ધ્વજારોહણ, મહાપૂજા, ગાયોને ઘાસચારો અર્પણ

જૂનાગઢ,તા. ૧૬: શહેરના જવાહર રોડ સ્થિતશ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર ખાતે મકરસંક્રાંતિના પાવન દિવસે મંદિરમાં સ્થાપિત દેવોને ૧૧૦૦ પતંગનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. મંદિરના કોઠારીશ્રી શા.સ્વા. પ્રેમસ્વરૂપદાસજી નવાગઢ વાળાએ જણાવ્યું હતું કે, સિધ્ધેશ્વર મહાદેવનો તલનો અભિષેક, સામુહીક મહાપૂજા અને મંદિરના શિખર પર ધ્વજારોહણ કરાયું હતું. ગૌશાળાની ૭૫ ગાયોનું પુજન, ગોળ અને ચુરમાના લાડુ ઘાસચારાનું ભોજન પત્રા પસરવાળા ભગવતપ્રસાદની પ્રેરણાથી હરિકૃષ્ણમહારાજને ૧૨૫ ગ્રામ સોનાનો હાર ચડાવવામાં આવેલ અને ગઢડા થી ૧૫૦ હરિભકતો પગપાળા ચાલીને જૂનાગઢની પદયાત્રા કરી આવ્યા હતા.

લોકો સ્વયંમ વર્તમાન કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી માસ્ક પહેરી સેનીટાઇઝ થઇ સોશ્યલ ડીસટન્સ જાળવી દર્શનનો લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન દેવનંદનદાસજી મુખ્ય કોઠારી પ્રેમસ્વરૂપદાસજી, ચંદ્રપ્રસાદ, સ્વામી સરજુદાસાનંદજી સ્વામી તેમજ પી.પી.સ્વામી., ધર્મકિશોર સ્વામી સહિતના સંતો હરિભકતોએ જહેમત ઉઠાવી હતી.

(12:55 pm IST)