Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

વિસાવદર કોંગ્રેસના ગઢમાં ગાબડુ : ર૦૦ કાર્યકરો-આગેવાનો ભાજપમાં

જુનાગઢ, તા.૧૬ : રાજયમાં આગામી ગણતરીના દિવસોમાં જીલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓના પડધમ વાગી રહ્યા છે તેવા સમયમાં વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા વિસાવદર પંથકમાં કોંગ્રેસ પક્ષની આંતરીક ખેંચતાણ અને નબળી નેતાગીરીને કારણે હડકંપ મચી ગયો છે અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સહી ચાર સભ્યો અને ર૦૦થી વધારે વિવિધક્ષેત્રના આગેવાન કાર્યકર્તાઓ કોંગ્રેસનો સાથ છોડી ભાજપની વિચારધારા સાથે જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલની ઉપસ્થિતિમાં જોડાયા હતાં. વિસાવદર  તાલુકાના સરસઇ ગામે કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પચાયતના પ્રમુખ સહિત વિપુલભાઇ કાનાણી, વિનુભાઇ સાવલીયા, કિશોરભાઇ ડોબરીયા, વિપુલભાઇ વઘાસીયા સહિત અનેક સરપંચોએ ભાજપમાં પ્રવેશ કરેલ છે. આ તકે જીલ્લા યુવા મોરચાના પ્રમુખ ચિરાગભાઇ રાજાણી, જીલ્લા ભાજપ મંત્રી નરેન્દ્રભાઇ પદમાણી, રમેશભાઇ મકવાણા, નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઇ વાઘેલા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ડોબરીયા,  વિસાવદર શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ વાઘેલા પૂર્વ જીલ્લા ભાજપ મંત્રી રમણીકભાઇ દુધાત્રા, મોટી મોણપરી જીલ્લા પંચાયત સીટના ચૂંટણી ઇન્ચાર્જ સી.ટી. દેસાઇ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ કાર્યાલય મંત્રી ભરતભાઇ ચારીયાની અખબારી યાદી જણાવે છે. 

(12:50 pm IST)