Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ચોટીલા ટોલનાકા પાસે ગેસ ભરેલા ટેન્કરમાં આગ

આગમાં કેબીન બળીને ખાકઃ રાજકોટ અને ચોટીલા ફાયરબ્રીગેડ સ્ટાફે આગ બુઝાવી

રાજકોટ : જામનગર રીલાયન્સમાંથી ગેસ ભરીને અગ્રવાલ રોડ લાયન્સના ટેન્કર અમદાવાદ તરફ જતુ હતું. ત્યારે ચોટીલા ટોલનાકા પાસે પહોંચતા ટેન્કરમાં એકાએક આગ લાગતા ટેન્કર ચાલક અને કલીનરે તાકીદે ટેન્કરને રોડની સાઇડમાં ઉભો રાખી તાકીદે બહાર નીકળી ગયા હતાં. ટેન્કર ચાલક મહંમદ ઇરફાને ફાયર બ્રિગેડમાં જાણ કરતા રાજકોટ બેડીપરા ફાયર બ્રીગેડના ફાયરમેન બાબુભાઇ અને ધ્રુવભાઇ ત્રિવેદી એ તાકીદે એક ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી ગયા હતાં. અને ચોટીલા ફાયર બ્રિગેડ સ્ટાફ પણ મીની ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગ ટેન્કરના કેબીનમાં લાગી હતી. આગમાં ટેન્કરની કેબીનનો ભાગ બળી ગયો હતો. ટેન્કરમાં આઇસો બ્યુટીલેન નામનો ગેસ ભર્યો હતો. ફાયર બ્રિગેડ સ્ટાફે તાકીદે સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેતા મોટી જાનહાની થતા અટકી હતી.

(12:07 pm IST)