Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

સુરેન્દ્રનગર વેપારીને માર મારીને ધમકી આપનાર આરોપીને પકડી રિકન્સ્ટ્રકશન કરાયું

વઢવાણ તા. ૧૬ : જીનતાન રોડ વિસ્તારમાં રહેતાં કાલા કપાસના વેપારી અને ઉદ્યોગનગર વિસ્તારમાં ખાનગી સ્કૂલ ધરાવતાં યોગેન્દ્રભાઈ મહેશભાઈ શાહ અંદાજે ચાર મહિના પહેલા પોતાની કાર લઈને સ્કૂલેથી ઘર તરફ આવી રહ્યાં હતાં. તે દરમ્યાન ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ એક હોટલ પાસે કારમાં આવી ચારથી પાંચ શખ્સોએ જમીન બળજબરીથી પડાવી લેવાના ઈરાદે ધમકી આપી હતી અને ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કર્યું હતું અને ત્યારબાદ અન્ય બે શખ્સોએ પણ આવી લોખંડના પાઈપ અને ધોકા વડે વેપારીની કારના કાચ તોડી નુકશાન પહોંચાડયું હતું અને વેપારીને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર વેપારીએ ચાર થી પાંચ શખ્સો વિજય લખઘીરભાઈ કાઠી, રમેશ ઉત્ત્।મચંદ મહેશ્વરી અને અન્ય બે અજાણ્યા શખ્સો મળી કુલ ચાર શખ્સો સામે બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે જીલ્લા પોલીસવડાની સુચનાથી તેમજ ડીવાયએસપી એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથધરી હતી અને મુખ્ય આરોપી વિજય કાઠીને ઝડપી પાડયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

જયારે ઝડપાયેલ આરોપીને શહેરના જવાહર ચોક, ટાંકી ચોક, ૮૦ ફુટ રોડ, ઉદ્યોગનગર, જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકનસ્ટ્રકશન કરવામાં આવ્યું હતું અને જાહેર રસ્તા પર સરઘસ કાઢી અન્ય ગુન્હેગારોમાં કાયદાનો ડર બેસે અને કાયદાનું ભાન થાય તેવાં હેતુથી સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ તકે એ ડિવીઝન, બી ડિવીઝન પીએસઆઈ એસ.બી.સોલંકી, સહિતનો પોલીસ સ્ટાફ અને કર્મચારીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં જયારે પોલીસની આ કામગીરીથી શહેરીજનો સહિત લોકોએ પણ પ્રશંસા કરી હતી.

(12:07 pm IST)
  • દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરોનો કોવેક્સિન રસી લેવાનો ઇન્કાર : રેસિડન્ટ ડોક્ટરોએ મેડિકલ સુપ્રિટેડન્ટને પત્ર લખ્યો : ભારત બાયોટેકની કોવેક્સિનને બદલે કોવીશીલ્ડ આપવા માંગણી કરી : કોવેક્સિનની ટ્રાયલ અધૂરી હોવાનું મંતવ્ય access_time 1:52 pm IST

  • દેશભરમાં આજે 1,65,714 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી : રસીકરણ પછી હજી સુધી એકપણ વ્યક્તિને આડઅસર થઈ હોય કે હોસ્પિટલમાં દાખલ થયા હોય તેવું સામે નથી આવ્યું તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. access_time 7:42 pm IST

  • કેરળમાં ચૂંટણી પહેલાનું ડાબેરી સરકારનું છેલ્લું ફુલગુલાબી બજેટ : પેનશનમાં વધારો : ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી ખેત પેદાશોના લઘુતમ મૂલ્યમાં વધારો : આરોગ્ય ક્ષેત્રે નવી ચાર હજાર નોકરીઓનું નિર્માણ : 50 લાખ યુવાનોને હુન્નર માટે કૌશલ્ય આપવાનું આયોજન : ગરીબ પરિવારોને ઓછી કિંમતે લેપટોપ અપાશે : થોડા મહિના પછી ધારાસભાની ચૂંટણી access_time 6:48 pm IST