Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જુનાગઢ જિલ્લાના ૩પ૦ પ્રાથમીક શાળાના શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળશે

જિલ્લા શિક્ષણાધીકારી આર.એસ.ઉપાધ્યાય દ્વારા ઠરાવ મંજુરઃ શિક્ષકોમાં ખુશીની લહેર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા,.૧૬: જુનાગઢના જીલ્લા શિક્ષણાધીકારી શ્રી આર.એસ.ઉપાધ્યાયને પ્રાથમીક શિક્ષણાધીકારીનો ભચાર્જ  સોંપાતા જીલ્લાના બબ્બે અધિકારીઓ તરીકે જવાબદારી નિભાવી રહયા છે.

જીલ્લા પંચાયત શિક્ષણ સમીતી હસ્તકની પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા ૩૫૦ સારસ્વતોને પ્રથમ દ્છિવતીય અને તૃતીય ઉચ્ચતર પગાર ધોરણને જીલ્લા પ્રથમીક શિક્ષણાધીકારીશ્રી આર.એસ.ઉપાધ્યાય દ્વારા અનુમોદન આપવામાં આવતા શિક્ષકોમાં ખુશીની લાગણી વ્યકત થઇ રહી છે.

તેઓએ જણાવ્યું હતુ કે નાગઢમાં-૩પ શિક્ષકોને તૃતીય તેમજ ભેસાણમાં શિક્ષકોને-૧પ અને મેંદરડા-૧૧, વંથલીના-૧ર, વિસાવદરના-૧૩ અને માળીયા હાટીના-૩૯, માંગરોળના-ર૮ માણાવદરના-૧પ, કેશોદના-રપ એમ જીલ્લાભરના ૩૫૦ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ માટે ઠરાવ કરી  આગળની કાર્યવાહી અર્થે ગાંધ નગર મોકલી આપવામાં આવેલ છે.

(12:06 pm IST)