Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની ઉજવણી નિમીતે જામકંડોરણામાં યુગ પુરૃષ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

જામકંડોરણાઃ રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતીઓ વિભાગ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ જામકંડોરણા તાલુકા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી નિમિતે યુગ પુરૃષ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૃઆત રાજકોટ જીલ્લા સહકારી બેંકના ડીરેકટર લલીતભાઇ રાદડીયા, રાજકોટ જીલ્લા દુધ સંઘના પુર્વ ચેરમેન ગોવીંદભાઇ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ સહીતના આગેવાનો દ્વારા સ્વામી વિવેકાનંદ તથા ભારતમાતાની પ્રતિમાને હારતોરા કરી શરૃઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલુકાના સ્વામી, વિવેકાનંદ યુવક મંડળના સભ્યોને રમત ગમતની કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગોવિંદભાઇ રાણપરીયા, ચંદુભા ચૌહાણ, ખીમજીભાઇ બગડા, નાથાભાઇ બાલધા, કાનજીભાઇ પરમાર સહીતના આગેવાનો તેમજ તાલુકાના સ્વામી વિવેકાનંદ યુવક મંડળના તાલુકાના સંયોજક સંતોષભાઇ રામાણીએ આભાર માન્યો હતો. (તસ્વીરઃ અહેવાલઃ મનસુખભાઇ સી.બાલધા-જામકંડોરણા)

(11:59 am IST)
  • 23 જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે : નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 જન્મ જયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે access_time 7:14 pm IST

  • સ્પેનમાં કોરોનાની ત્રીજી લહેર : કોરોના વિસ્ફોટ :છેલ્લા ૨૪ કલાકમાં સ્પેનમાં રેકોર્ડબ્રેક :૪૦ હજારથી વધુ નવા કેસ અને બે દિવસમાં ૭૫ હજારથી વધુ કેસ નોંધાયા access_time 11:40 am IST

  • સમગ્ર પાટનગર ઉપર : ધુમ્મસની ચાદર છવાઇ ગઈ :આજે સવારે રાજધાની નવી દિલ્હીના લગભગ તમામ વિસ્તારો ઉપર ગાઢ ધુમ્મસની ઘેરી ચાદર છવાઈ ગયાનું દ્રશ્ય જોવા મળતું હતું. આવતા ચોવીસ કલાકમાં ટેમ્પરેચરમાં થોડો ઘટાડો થશે. દિલ્હી એરપોર્ટ ઉપર આવતી અને જતી ઘણી ફ્લાઇટો આ ધુમ્મસને લીધે મોડી થઈ રહી હતી. સવારે સાડા આઠ વાગ્યે પણ દિલ્હી એરપોર્ટ ના રન-વે ઉપર ઝીરો વિઝિબિલિટી જોવા મળી હતી. access_time 11:39 am IST