Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ગેસ ભરેલ ટેન્કરમાં આગ

સમયસર ચોટીલા ફાયર ફાઇટર પહોંચતા મોટી દુર્ઘટના ટળી

(હેમલ શાહ દ્વારા ) ચોટીલા તા.૧૬:  ચોટીલા રાજકોટ હાઇવે ઉપર વાંકાનેર બાઉન્ડ્રી પાસે વહેલી સવારે ગેસ ભરેલ ટેન્કરની ડ્રાઇવર કેબિનમાં આગ લાગતા ચોટીલા ફાયટર ને કારણે મોટી દુર્ઘટના અટકી ગયેલ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આઇસો બુટલીંગ ગેસ ભરીને ટેન્કર નં આર.જે.૧૯.જીએફ-૬૩૬૮ રાત્રીનાં જામનગર થી વડોદરા જવા નિકળેલ હતુ જે વહેલી પરોઢે બામણબોર ટોલપ્લાઝા પાસે આવેલ વાકાનેર બાઉન્ડ્રી નજીક પહોચતા કોઇ કારણોસર ડ્રાઇવર કેબિનમાં આગ લાગતા અંદર રહેલ ચાલક અને કલીનર સમય સુચકતા વાપરી સાઇડ કરી ઉતરી ગયેલ હતા

આગની જવાળાઓ જોતા આસપાસના હાઇવે પરના ધંધાર્થીઓ અને વાહન ચાલકોમાં ભય નો ફફડાટ ફેલાયેલ હતો

દુર્ઘટના અંગે સમયસર પોલીસને જાણ કરતા ચોટીલા પાલિકા ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા સ્ટાફનાં હરેશભાઈ દવે, નરેન્દ્ર દાણીધારીયા, પ્રતિક ઉપાધ્યાય ફાઇટર સાથે તાત્કાલિક પોહચી જઇ રેસ્કયુ હાથ ધરેલ.

એક કલાક પાણીનો મારો ચલાવી જહેમત ઉઠાવી આગને આગળની બાજુ ટેન્કર તરફ વધતી અટકાવી કેબિનમાં લાગેલ આગને બુઝાવી હતી.

આગ ટેન્કર તરફ પ્રસરી હોત તો મોટી દુર્ઘટના સર્જાત પરંતુ સદનસીબે સમયે પહોચેલ ફાઇટર ને કારણે મોટી જાનહાનિ અટકેલ છે.જોકે આગની લપેટમાં ડ્રાઇવર કેબિન સહિતનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયેલ છે. ચોટીલા પાલિકા ફાયર સ્ટાફે સરહાનિય કામગીરી કરેલ છે.

(11:52 am IST)
  • કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST

  • રોહિત શર્મા પણ આઉટ - ૬૦/૨ : ચેતેશ્વર પૂજારા ૮ અને અજિન્કય રહાણે ૦ રને દાવમાં access_time 9:49 am IST

  • વારાણસીના વેદવ્યાસ મંદિરમાં આવેલા કુંડના જીર્ણોધ્ધાર સમયે કારતૂસનો જથ્થો મળી આવ્યો : વપરાયેલા 902 કારતૂસો મળી આવ્યા access_time 1:22 pm IST