Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

મૂળી નજીક આવેલ જ્ઞાનવાવ ખાતે દિવ્ય અને ભવ્ય શાકોત્સવ યોજાયો હરિભકતોનુ ઘોડાપુર

વઢવાણઃ મૂળી નજીક આવેલ ઐતિહાસીક જ્ઞાનવાવ ખાતે આ વર્ષે પણ શાકોત્સવ નુ આયોજન કરવામા આવેલ જેમા સંતો મહંતો સાખ્યોગી બહેનો સહિત હરિભકતો ઉમટી પડયા હતા. શ્રી સ્વા.ભગવાને શ્રી બ્રહ્માનંદજી સ્વામીને મૂળીની પાવન ભુમિ પર વિમાન આકારે સ્વા.મંદિર બનાવવાનો આદેશ કરતા સ્વા મંદિરના નિર્માણ સમયે પથ્થરો અને પાણીની વિકટ પરિસ્થતિ સર્જાતા ભગવાને ખુદ હરિ ભરવાડનો વેશ ધારણ કરી. બ્રહ્માનંદજીને પાંડવોના વનવાસ સમયે ભીમસેનને થયેલા જ્ઞાન થકી બનાવેલ વાવ આજે જ્ઞાનવાવ તરીકે સમગ્ર પંથકમાં પ્રખ્યાત છે આ વાવમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય તેવી લોકવાયકા પ્રવર્તે છે જે જ્ઞાનવાવ થકી પાણી અને પથ્થરો મળી આવતા મંદિરનુ નિર્માણ પરિપુર્ણ બનેલ મંદિર નિર્માણ સમયે તમામ કષ્ટો દુર થતા નજીકમાં શ્રી કષ્ટ ભંજન હનુમાનજીનુ મંદિર બનાવેલ જેના દિવ્ય દર્શન થકી ભકતોના કષ્ટો દુર થાય તેવી પણ લોકવાયકા છે શાકોત્સવની સાથે સાથે કષ્ટભંજન દેવને અભિષેક પુજા અર્ચના છપ્પન ભોગ ધરાવામા આવે છે સંતો શિરોમણીઓની અમૃતવાણી આર્શિવચન અને શાકોત્સવનો મહાપ્રસાદ અર્થે હરિભકતો ઉમટી પડતા હોય છે ત્યારે શાકોત્સવ દિપાવવા સંતો સહિત હરિભકતોની જહેમત થકી શાકોત્સવ દિપી ઉઠયો હતો.(તસ્વીર, અહેવાલઃ ફઝલ ચૌહાણ.વઢવાણ)

(9:53 am IST)