Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

અમરેલી જીલ્લામાં ઠંડીનો પારો ગગડતા જનજીવન ઠપ્પઃ દુકાનોના શટર મોડા ખુલ્યા

અમરેલી તા.૧૬ : જિલ્લામાં ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરૂ થતા વાતાવરણ ઠંડુગાર જોવા મળી રહ્યું છે. હાડ થીજાવતી ઠંડીથી બચવા લોકો તાપણાથી ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે.

અમરેલી જિલ્લામાં ઠંડીની ઋતુની શરૂઆતથી ત્રીજો દોર બે દિવસથી શરૂ થયો હોય તેમ પારો સતત નીચે ગગડતા હીમ પવન ફુકાવવાનું શરૂ થયું છે. અને  હાડ થીજાવતી ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રો, તાપણાનો સહારો લેતા દ્રશ્યમાન થઇ રહ્યા છે. હાડ થીજાવતી ઠંડીના કારણે આજે વ્હેલી સવારના બઝારમાં ખુલતી દુકાનોના શટરો મોડે ખુલ્લી હતી પરિણામે જનજીવન ઉપર માંઠી અસર જોવા મળી રહી છે.

આજે સવારના ન્યુનતમ તાપમાનનો પારો ૧ર, મહત્તમ રપ, ભેજનુ પ્રમાણ ૬૧, પવનની ઝડપ પ્રાપી કલાક ૮ની ઝડપ સત્તાવાર સવારના ૮ કલાક સુધીની નોંધાઇ છે.(

(1:08 pm IST)