Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

મોરબી ઉમિયા સર્વિસ કલાસફોરમનો વાર્ષિકોત્સવ

મોરબીઃ શ્રી ઉમિયા સર્વિસ કલાસ ફોરમ -મોરબી દ્વારા આયોજિત વાર્ષિકોત્સવ સન્માન સમારોહ અંતર્ગત મોરબી સ્થિત તમામ પાટીદાર અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ તમામ નિવૃત કર્મચારીઓ આશરે ૨૭૦૦ જેટલા પરિવારોનું વિરાટ કર્મચારી સંમેલન સહ સ્નેહમિલન આયોજિત થયું. જે સમારોહમાં આશરે ૪૫૦૦ જેટલા પરિવારજનોએ આ સ્નેહસંમેલનમાં એક પંગતે બેસી ભોજન પ્રસાદ લીધો. સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયાની અધ્યક્ષતામાં યોજાયેલ વાર્ષિકોત્સવ સન્માન સમારોહ ચર્તુવિધ કાર્યક્રમ સાથે યોજાયો. આ સમારોહમાં એસ.એસ.સી.થી મેડિકલ ફલક સુધીના ફોરમના તેજસ્વી તારલાઓ, વિશિષ્ટ પ્રતિભાઓ, બઢતી પ્રાપ્ત કરતા અને નિવૃત થનાર અધિકારીઓ/કર્મચારીઓનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું. એથ્લેટિક ગોલ્ડ મેડલ મેળવનાર વગેરે તથા જી.પી.એસ.સી.રેન્કમાં પ્રથમ એવા ઠોરિયા રોનક અને રાજય કક્ષા શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક એવોર્ડ વિજેતા હર્ષદકુમાર મારવણીયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.ઓરેવા ગ્રુપના જયસુખભાઈ ઓધવજીભાઈ ભાલોડિયાના હસ્તે માઁ ઉમાના સાનિધ્યમાં દિપપ્રાગટ્યથી સમારોહની શુભ શરૂઆત થઈ. વેદ, શાસ્ત્રો અને અધ્યાત્મના મર્મજ્ઞ એવા સરસ્વતી નિકેતન આશ્રમ - જોધપર નદીના વંદનીય વિભૂતિ પૂજય ભાણદેવજીએ ઉપસ્થિત સૌ પરિવારજનોને આશીર્વચન આપતા જણાવ્યું કે,'આપ સૌમાં વિરાટ આંતરિક ચેતના અને શકિતનો શ્રોત છે,તેને સમાજ માટે કામે લગાડો' વાર્ષિકોત્સવમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:51 am IST)