Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

મોરબી તાલુકાકક્ષાનો કલા મહાકુંભ

મોરબીઃ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગ પ્રેરિત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી તથા જિલ્લા વહીવટી તંત્ર મોરબી સંચાલિત મોરબી તાલુકાકક્ષા કલા મહાકુંભ ૨૦૧૯-૨૦ નું આયોજન  આ સ્પર્ધામાં લોકગીત/ ભજન, સુગમ સંગીત, તબલા, હાર્મોનિયમ, ભરત નાટ્યમ, રાસ, ગરબા, નિબંધ, ચિત્ર, એક પાત્રિય અભિનય જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધામાં ૬ વર્ષ થી ૫૯ વર્ષ સુધીના સ્પર્ધકોએ ઉત્સાહભેર બોહળી સંખ્યામાં ભાગ લીધો હતો મોરબી તાલુકાકક્ષાએ પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ આગામી સમયમાં યોજાનાર જિલ્લાકક્ષા કલા મહાકુંભમાં મોરબી તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે  આ આયોજન ને સફળ બનાવવા દેવેનભાઈ વ્યાસ અને પ્રવીણભાઈ દંતેસરિયાએ ભારે જહેમત ઉઠાવી હતી. મોરબી તાલુકાકક્ષા કલા મહાકુંભમાં પ્રથમ આવેલ સ્પર્ધકોને અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે અભિનંદન પાઠવેલ છે. કલા મહાકુંભની તસ્વીરો.

(11:50 am IST)