Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

લીમડીની બે વૃદ્ધ મહિલાઓને વિધવા સહાયની લાલચ આપી 9 તોલા સોનાના દાગીના લઇને ઠગ યુવતી ફરાર

યુવતીએ કહ્યું જો દાગીના પહેરેલા હશે તો પેંશન નહિ મળે :વૃદ્ધાએ ઘરેણાં સાચવવા આપ્યા બાદ યુવતી ફરાર

લીમડીની બે વૃદ્ધ મહિલાઓને વિધવા સહાયની લાલચ આપી 9 તોલા સોનાના દાગીના લઇ ઠગ યુવતી ફરાર થઇ છે. 12 જાન્યુઆરીના રોજ લીમડીની બે વૃદ્ધ મહિલાઓને વિધવા સહાયની લાલચ આપી વિરમગામ સેવા સદન ખાતે લાવીને 9 તોલા સોનાના દાગીના લઈને ઠગ યુવતી ફરાર થઈ ગઈ હતી.     

  વિરમગામ સેવા સદન ખાતે આવેલ સીસીટીવીમાં યુવતી કેદ થઈ છે. ઠગ યુવતીએ વૃદ્ધ મહિલાને એમ કહીને ભોળવી કે જો તમે દાગીના પહેરેલા હશે તો પેન્શન નહીં મળે જેથી વૃદ્ધ મહિલાએ ભોળપણમાં પોતાના દાગીના ઠગ યુવતીને સાચવવા માટે આપ્યા જે બાદ યુવતી ફરાર થઇ ગઇ હતી.

(11:11 pm IST)