Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સલાયા બંદરે ક્લિયરન્સના બહાને કોસ્ટગાર્ડ દ્વારા પરેશાન કરાતા માછીમારોમાં નારાજગી

માછીમાર એસો, દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત

દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયાની ૧૧ જેટલી બોટોને ક્લિયરન્સ ના બહાને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પરેશાન કરાતા ફિશરમેનો ભરાયા રોષે ભરાયા હતા.

   મુન્દ્રા કોસ્ટગાર્ડ દ્વારા ફિશરમેનો / ખલાસીઓ ને વગર કાઈ પ્રોબ્લેમ એ 3-4 જેટલા દિવસ સુધી બેસાડી રાખવામાં આવે છે તેવો આરોપ ફિશરમેન દ્વારા લગાવ્યો હતો. કોસ્ટગાર્ડના કર્મચારીઓ દ્વારા માર મરાયા ની ઘટના  બન્યાનું પણ ફિશરમેનો જણાવ્યુ હતું.

   અવાર-નવાર કોસ્ટગાર્ડ દ્વારા બોટ ના ડોક્યુમેન્ટસ એક બે મહિના સુધી પરત ન આપતા હોય બોટ બંધ રહેતી હોય તેથી માછીમારો રોષે ભરાયા અને આ અંગે રજુઆત કરવા સલાયા માછીમાર એસોસિએશન સાથ 70 જેટલા લોકો પ્રાંત અધિકારી ખંભાળિયા ને રજુઆત કરવા પહોંચ્યા હતા.

(9:12 pm IST)